Literature

વિશ્વ રંગભૂમિ દિવસ : 1280માં પહેલું ગુજરાતી નાટક લખાયેલું, જાણો સમગ્ર ઇતિહાસ

Listen Article
Getting your Trinity Audio player ready...

સમગ્ર વિશ્વમાં ૨૭ માર્ચનો દિવસ ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રંગભૂમિના મૂળ આપણને વેદ-ઉપનિષદમાં જોવા મળે છે. આ ટેહલતો માનવ મહેરામણ એની પાત્ર સૃષ્ટિ છે. સર્જનહાર આ રંગભૂમિનો સૂત્રધાર છે. વૃક્ષોના લીલા પાન પ્રભુ પરિચયના એક-એક સંવાદ જેવા છે.‘ભગવદ ગોમંડલ’ ગ્રંથના આધારે માની શકાય કે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પહેલું નાટક લખાયેલુ ત્‍યારબાદ ૧૮૫૧ ‘નર્મદે’, ‘બુધ્‍ધિવર્ધક’ નામની સંસ્‍થા શરૂ કરી એજ અરસામાં શેકસપિયર કલબની સ્‍થાપના મુંબઇમાં થઇ. આ સમયને ગુજરાતી રંગભૂમિનો ઉદભવ સમય હોવાનું આ ગ્રંથ લખે છે. એ સમયમાંસ્ત્રી પાત્રો રંગમંચ ઉપર આવતા નહિ તેથી પુરૂષો જસ્ત્રી પાત્રોના અભિનય ભજવતા.સમયાંતરે દરેક કલાના ક્ષેત્રની ટેકનોલોજી બદલતી રહી છે આધુનીક યુગ હાઇટેક ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે.

મેકઅપ, કેમેરા, લાઇટસ, સાઉન્‍ડ, લેપટોપ, પેનડ્રાઇવ, ટેબલેટ, ર્પોટેબલ હાર્ડડિસ્‍ક, એડીટીંગ વગેરેમાં અલ્‍ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે.જ્‍યારે રંગમંચ ઉપર કોઇપણ કલાકાર પોતાની કલા રજૂ કરી રહ્યો હોય અને તેનાથી ભૂલ થાય તો એ ભૂલનો શ્રોતાઓએ પણ સ્‍વીકાર કરી લેવો પડે છે. કારણ કે કોઇપણ રંગમંચના કાર્યક્રમ લાઇવ હોય છે જે થયું તે થયું જ… સ્‍ટેજ ઉપર ડાયરેકટ ટેઇક જ હોય છે… રીટેક થતો જ નથી… રંગભૂમિ માટે કહેવાય છે કે, જાણ્‍યુ એટલું જાજું અને માણી એટલી મોજ…

દરેક કલાકારોએ દર વર્ષે ૨૭ માર્ચે પોતાના ગામ કે શહેરના રંગમંચ ઉપર જઇ મસ્‍તક નમાવી પ્રાર્થના કરી અને ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણી કરવી જોઇએ કલા માટે કહેવાય છે કે,

‘ઉચુ જોશો તો કાજલ વિખેરાઇ જશે, નીચું જોશો તો કંકુ ખરી જશે. આડુ જોશો તો, મોં મલકાઇ જશે અને શ્રોતાની સામે જોશો તો બધુ જ સમજાય જશે.’

જયાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્ય બચાવવાનો પ્રયાસ છે. સિનેમા યુગમાં વધતો ક્રેઝને કારણે નાટકો ઓછા બનવા લાગ્યા નાટક મંડળીનો યુગ પુરો થઇ ગયો આજે મુંબઇનાં આધુનિક નાટકોની બોલબાલા છે પણ હજી લોકો હોલમાં જોવા આવતા નથી. આજનો યુવા વર્ગ નેટ માઘ્યમથી મોબાઇલમાં જ નાટકો જોવા લાગ્યો છે. વિશ્ર્વ રંગ ભૂમિના દિવસે અંગ્રેજી માઘ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી નાટક જોતા કરવા પડશે. તે લોકોને રસ પડે તેવા નાટકો નિર્માણ કરવા સૌની જવાબદારી છે.

આજે મનોરંજન યુગમાં નાટક અને ભવાઇ કલા અંતિમ શ્ર્વાસ લઇ રહી છે. ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગ યોજાય તેમાં ૧૪૫ દેશોના રસિકો બે ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા પણ જોડાયેલ ને એમની લાગણી માંગણીની વિનંતીની માન આપીને ૨૭ માર્ચ વિશ્ર્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું.

વિશ્વ રંગ ભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. આ દિવસ વિશ્ર્વને શાંતિનો સંદેશ આપે છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share