India

World Heritage Day પર સરકારનો મહત્વનો નિર્ણય, મકર સંક્રાંતિ, હોળી સહિત 21 તહેવારોમાં આ સ્થળોએ નહીં ખર્ચવા પડે રૂપિયા

Listen Article
Getting your Trinity Audio player ready...

આજે વિશ્વભરમાં વિશ્વ ધરોહર દિવસની ઉજવણી થઈ રહી છે. દુનિયાની પસંદગીની ધરોહરોના સ્વર્ણિમ ઈતિહાસ અને નિર્માણને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી થાય છે. ભારત સરકારે વિશ્વ ધરોહર દિવસના અવસરે મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય મહત્વના પ્રાચીન ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વ સ્થળો પર જવા માટે કેટલાક ખાસ દિવસે ટિકિટ લેવાની જરૂર નહીં રહે.

કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને ખાસ કરીને યુવાનોને ભારતીય ઐતિહાસિક ધરોહર સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લીધો છે. સરકારે 31 માર્ચ 2023 સુધી આ ઐતિહાસિક સ્થળ પર જવા માટે ખાસ 21 અવસર પર ટિકિટ નહીં લેવાનો આદેશ જાહેર કર્યો છે. તેની જાણકારી તમામ રાજ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી દેવામાં આવી છે.

કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ 21 ખાસ અવસર પર કોઈ પણ પ્રકારની ટિકિટ આ ઐતિહાસિક સ્મારકો અને ભારતીય પુરાતત્વ વિભાગ અંતર્ગત આવતા સ્થળો પર નહીં લાગશે, એટલે કે આપ અહીં ફ્રીમાં મુલાકાત લઈ શકશો.

તેમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, વર્લ્ડ હેરીટેજ ડે, વર્લ્ડ હેરીટેજ વીક સેલીબ્રેશન, હોળી, દશેરા, ગણેશ ઉત્સવ, શિવરાત્રિ, મકર સંક્રાતિ, સાંચિ ઉત્સવ, અક્ષય નવમી તથા ઉદયગિરી પરિક્ર્તસ્મા ફેસ્ટીવલ, રાજરાની મ્યૂઝિક ફેસ્ટિવલ, સાંબ દશમી મેળા, માઘ સપ્તમી મેળો, મહાશિવરાત્રિ, કાર્તિક પૂર્ણિમા મેળો, આગારોનો ઐતિહાસિક શાહજહાં ઉર્સ ઉત્સવ, કૈલાશ મેળો, આગરા, મુક્તેશ્વર ડાંસ ફેસ્ટિવલ ભુવનેશ્વર વગેરે સામેલ છે.

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share