World Braille Day
HOI Exclusive Main

દેખ્યાનો દેશ ભલે લઇ લીધો નાથ પણ કલરવની દુનિયા અમારી !

એવું કહેવાય છે કે ઇશ્વર જો કોઇને કોઇ શક્તિથી વંચિત રાખે તો તેને સરભર કરવા બીજી શક્તિઓથી સભર બનાવે છે. પ્રજ્ઞાચક્ષુઓના કિસ્સામાં પણ એમ જ છે ને. ઇશ્વરે તેમને દ્રષ્ટિ નથી આપી પણ સામે અનેક બીજી શક્તિઓથી તેમને સમૃધ્ધ બનાવ્યા છે.
હવે સમય બદલાયો છે અને પ્રજ્ઞાચક્ષુઓ પણ તેમની આવડતથી મુખ્ય ધારામાં કદમથી કદમ મીલાવી રહ્યા છે. પહેલા એમ માનવામાં આવતું કે, આંધળો દળે ક્યાં ગાય. પણ સાંપ્રતમાં એ વાતને ક્યાંય પાછળ છોડીને પ્રજ્ઞાચક્ષુઓ આગળ વધી ચુક્યા છે. પ્રજ્ઞાચક્ષુને બાપડા, બીચારા અને લાચાર સમજતા સમાજને તેમણે અનેક ક્ષેત્રમાં અગ્રેસ થઇને જવાબ આપી દીધો છે કે તેઓ ક્યાંય પાછા પડતા નથી અને તેમની શક્તિથી પોતાની આગવી જગ્યા તેઓ બનાવી શકે છે.
પ્રજ્ઞાચક્ષુઓને પગભર કરવા માટે અને પોતાની આગવી ઓળખ બનાવવા માટે જે સૌથી વધુ મદદરૂપ થઇ જે બાબત તે બની રહી પ્રજ્ઞાચક્ષુઓને વાંચવાની મુશ્કેલી દૂર કરતુ માધ્યમ બ્રેઇલ. બ્રેઇલ એ છ ટપકાની ભાષા બની રહી પ્રજ્ઞાચક્ષુઓની. આના શોધક હતા લૂઇ બ્રેઇલ.
લૂઇ બ્રેઇલ (૪ જાન્યુઆરી ૧૮૦૯ – ૬ જાન્યુઆરી ૧૮૫૨) ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા, જેમણે અંધજનો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ ‘બ્રેઇલ’ તરીકે પ્રખ્યાત છે. ફ્રાન્સમાં જન્મેલા, લૂઇસ બ્રેઇલ અંધ માટે જ્ઞાનની આંખ બન્યા. લુઈ, જે બ્રેઇલના નિર્માણ દ્વારા દૃષ્ટિથી નિરાશાજનક વાંચવાની મુશ્કેલીને દૂર કરી હતી, તે પોતે પણ અંધ હતા.
તેમના દ્વારા વિકસિત કરવામાં આવેલી બ્રેઇલ લિપિ પ્રજ્ઞાચક્ષુઓમાં ખૂબ ઝડપથી પ્રચલિત થઈ રહી હતી. તેમની લિપીની પ્રચલિતતા જોતા તેનો વિરોધ કરનારા શિક્ષણશાસ્ત્રીઓએ પોતાના મંતવ્યો બદલાની ફરજ પડી અને આખરે લઈ બ્રેઇલના મૃત્યુના 100 વર્ષ બાદ એટલેકે 1952માં આ લિપીને પ્રજ્ઞાચક્ષુઓ માટેની અધિકૃત લિપી તરીકે માન્યતા મળી. લૂઈ બ્રેઇલને તેમના યોગદાન બદલ ફ્રાંસ સરકારે પૂરેપૂરુ રાજકિય સન્માન આપ્યું અને તેમને મરણોપરાન્ત ઘણા સન્માન પણ એનાયત થયા. ભારત સરકાર દ્વારા પર તેમની 200મી જન્મજયંતીના અવસરે લૂઈ બ્રેઇલની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી. લૂઇ બ્રેઇલના આ મહામૂલા યોગદાનને દુનિયા આજે પણ એટલી જ માનની દૃષ્ટિએ જુએ છે..
આજનો દિવસ એ અર્થમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ખુબ અગત્યનો કારણકે બ્રેઇલ લિપીની શોધ કરનારની આજે જન્મજયંતિ. જેણે આંગળીના ટેરવે ભાષાને વિક્સાવી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share