aap delhi chakkajam
India

દિલ્લીની રફ્તાર પર કેમ લાગી બ્રેક ?

આજે નવા વર્ષનો પહેલો સોમવાર અને આજે દિલ્લીની રફ્તાર ધીમી પડી ગઇ છે. કેજરીવાલ સરકાર સામે બીજેપીએ બાંયો ચઢાવી છે અને બીજેપી કેજરીવાલ સરકાર સામે રસ્તા પર ઉતરી આવી અને ભાજપ કાર્યકર્તાઓ દ્રારા રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો. દિલ્લી સરકારે નવી એક્સાઇઝ પોલિસી લાગુ કરી તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

દિલ્લી સરકારની નવી એક્સાઇઝ પોલિસી અને આબકારી નીતિના વિરોધમાં ભાજપ વિરોધ કરી રહ્યું છે અને આ વિરોધ રસ્તા સુધી આવી ગયો છે. ભાજપે કેજરીવાલ સરકારની નવી શરાબ નીતિ સામે વિરોધ કરતા સોમવારે ચક્કાજામ કરી દીધો. NH24 પર ભાજપે ચક્કાજામ કરતા લક્ષ્મી નગર, દક્ષિણ દિલ્લીમાં ભારે જામ થઇ ગયો. ભાજપ કહી રહ્યું છે કે કેજરીવાલ સરકારે 500 શાળા ખોલવાનો વાયદો કર્યો હતો પરંતુ 1000 નવી દારૂની દુકાનો શરૂ કરી દીધી.
આખો મામલો એ રીતે ગરમાયો કે પાછલા દિવસોમાં દિલ્લી સરકારે નવી એક્સાઇઝ પોલિસીને લાગુ કરી છે જેના કારણે લગભગ 849 નવી દારૂની દુકાનો ખોલવામાં આવશે. નવી પોલિસીમાં દરેક વોર્ડમાં 3 નવી દારૂની દુકાન હશે જેને લઇને ભાજપ સતત વિરોધ કરી રહ્યું છે અને કેજરીવાલ સરકારને આ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
દિલ્લીના દરેક જિલ્લામાં ભાજપે ચક્કાજામ કરવાની અપીલ કરી જેના કારણે લક્ષ્મી નગર વિકાસ માર્ગ થી આરટીઓ સુધી ભારે જામ થઇ ગયો હતો. જોકે ભાજપના નેતાઓ જે વિરોધ કરી રહ્યા હતા તેઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

ગરીબોને બરબાદ કરી દેશે નવી નીતિ – ભાજપ


ભાજપ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કહ્યું કે કેજરીવાલ સરકારની નવી શરાબ નીતિ યુવાનો અને ગરીબોના ઘરને બરબાદ કરી દેશે. દિલ્લી સરકારે દારૂ પીવાની ઉંમર 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરી દીધી છે, સાથે જ મહિલાઓ માટે પણ પબ બનાવવામાં આવશે. આદેશ ગુપ્તાએ વધુમાં કહ્યું કે અમે આ નીતિઓના વિરોધમાં દિલ્લીવાસીઓ સાથે ચક્કાજામ કરીશું. કેજરીવાલ પર આક્ષેપ કરતા કહ્યું કે, વેપારીઓ પાસેથી 2000 કરોડ રૂપિયા લઇને આ નીતિ બનાવવામાં આવી છે. એક તરફ કેજરીવાલ પંજાબના લોકોને કહી રહ્યા છે કે પંજાબમાં નશાબંધી લાગુ કરીશું બીજી તરફ દિલ્લીના દરેક વોર્ડમાં 3 થી 5 નવી દારૂની દુકાનો શરૂ કરી દીધી છે. આદેશ ગુપ્તાએ કહ્યું 500 શાળા ખોલવાનો વાયદો કર્યો હતો અને ખોલી દીધી છે દારૂની દુકાનો.
આજે દિલ્લી વિધાનસભાનું બે દિવસીય સત્રનો પ્રથમ દિવસ જેમાં વિપક્ષ કેજરીવાલ સરકારને આબકારી નીતિ પર ઘેરવાનું મન બનાવી ચુક્યું છે જ્યારે સત્તા પક્ષ આ નીતિથી પાછી હટવાના મુડમાં નથી.


શું છે નવી આબકારી નીતિ જેનો ભાજપ કરી રહી છે વિરોધ ?


દિલ્લી સરકારની નવી આબકારી નીતિના અંતર્ગત વ્યક્તિગત રીતે ચલાવવામાં આવતી 260 દુકાનો સહિત બધી જ 850 દારૂની દુકાનો ઓપન ટેન્ડર મારફતે ખાનગી કંપનીઓને વિતરીત કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં દિલ્લી સરકાર રિટેલ દારૂના વેપારથી બહાર થઇ જશે. દારૂની દુકાનો હવે ઓછામાં ઓછી 500 વર્ગ ફુટ ક્ષેત્રમાં ખોલવામાં આવશે. નવી દુકાનોને કારણે રસ્તા પર ભીડ નહીં થાય કારણકે દારૂનુ વેચાણ દુકાનોની અંદર જ થઇ જશે. નવી નીતિ મુજબ સુપર પ્રીમિયમ રીટેલ વેપારી પણ દુકાન ખોલશે જેમાં બેસીને દારુના સેવનની સુવિધા આપવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share