World

2022માં કોરોનાનો થશે અંત પણ કંડીશન એપ્લાય…

WHO ( વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન )ના પ્રમુખ ડો. ટેડ્રસ અધનોમે જણાવ્યું છે કે 2022 કોરોનાની મહામારીનું છેલ્લું વર્ષ હોઇ શકે છે. પરંતુ તેના માટે વિક્સીત દેશોએ પોતાની વેક્સીન બીજા દેશોને ઉપલબ્ધ કરાવવી પડશે. ડો.અધનોમે વધુમાં જણાવ્યું કે કોરોના વાયરસ ત્રીજા વર્ષમાં પ્રવેશ કરી ચુક્યું છે.
WHOના નિદેશકને પૂરા વિશ્વાસ સાથે કહ્યું છે કે કોરોના મહામારીનો અંત થઇ જશે. તેઓએ કહ્યું કે સંકુચિત રાષ્ટ્રવાદ અને વેક્સિનની જમાખોરી આમાં બાધા બની શકે છે. ડો. ટેડ્રસે કહ્યું કે વેક્સિનની અસમાનતાને કારણે જ ઓમિક્રોન જેવા વેરિએન્ટ ફેલાવવાની સ્થીતી આવી છે. તેમણે કહ્યું કે વેક્સિનની અસમાનતા જેટલી વધુ રહેશે તેટલું વાયરસ વિક્સીત થવાનો ભય વધતો રહેશે અને આનો અંદાજ પણ આપણે નહીં લગાવી શકીએ.
તાજા આંકડા દર્શાવે છે કે દુનિયાની અનેક જગ્યાઓ આ બાબતે પછાત છે. બુરુંડી, ડેમોક્રેટિક રિપબ્લીક ઓફ કોન્ગો, ચાડ અને હૈટી જેવા દેશોમાં વેક્સીનેટેડ લોકોની આબાદી એક ટકાથી પણ ઓછી છે. જ્યારે આર્થિક રીતે સમૃધ્ધ દેશોમાં આનો આંકડો 70 ટકાથી વધુ હોવાનું અનુમાન છે. ડો. ટેડ્રસે કહ્યું કે આ અસમાનતાથી બહાર આવ્યા બાદ જ આપણે સામાન્ય જીવન તરફ પાછા ફરવાની કલ્પના કરી શકીએ છીએ.
ડો. ટેડ્રસે જણાવ્યું કે જો આપણે અસમાનતાને પૂરી કરીશું તો જ મહામારીનો અંત કરી શકીશું. ગ્લોબલ વેક્સિન ફેસિલીટી COVAX, WHO અને સહયોગી દુનિયાભરમાં એ લોકોને વેક્સિન, ટેસ્ટ અને ઇલાજ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે, જેને આની ખૂબ જરૂરીયાત છે. તેમણે કહ્યું હતું કે વેક્સિનેશનને કારણે અનેક જીવ આપણે બચાવી શક્યા છીએ. તબીબો પાસે હવે કોવિડ -19 થી બચાવ અને ઉપચાર માટે નવી દવાઓ અને મેડિકલ ટુલ્સ પણ ઉપલબ્ધ છે.
પૂરી દુનિયામાં ઝડપથી ફેલાઇ રહેલા ઓમિક્રોન વેરિએન્ટને લઇને ડો. ટેડ્રસે કહ્યું કે, તાજા આંકડા જણાવે છે કે હોસ્પિટલ્સમાં દાખલ કોવિડ-19 ના 80 ટકાથી વધુ કેસ એવા છે જેમણે બુસ્ટર ડોઝ નથી લીધો. હોસ્પિટલમાં દાખલ કેસમાં મ્યુટેન્ટ સ્ટ્રેનના 815માંથી 608 એવા છે જેમને બુસ્ટર ડોઝ નથી મળ્યો. નવો ડેટા જણાવે છે કે બુસ્ટર ડોઝથી ઓમિક્રોનમાં હોસ્પિટલમાં દાખલ થવાની નોબત નથી આવતી આ જોખમ 88 ટકા તેનાથી ઘટી જાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share