વિજય દિવસ 2021
HOI Exclusive Main

વિજય દિવસ : 13 દિવસ પણ નહોતું ટકી શક્યું પાકિસ્તાન, ભારત સામે પડ્યું હતું ઘુંટણીયે

16 ડિસેમ્બર 1971 એક એવી ઐતિહાસિક તારીખ છે જેને વિજય દિવસ તરીકે યાદ રાખવામાં આવે છે. બરાબર 50 વર્ષ પહેલા આજના દિવસે જ ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી હતી. આ એક એવુ યુધ્ધ હતુ જે ભારત પર પાકિસ્તાન દ્રારા થોપવામાં આવ્યું હતું, જેંણે ભારતની વ્યુહાત્મક શક્તિ અને શૌર્યની નવી જ વૈશ્વિક ગાથા લખી અને એશિયા મહાદ્રીપનો નક્શો જ બદલી દીધો. પાકિસ્તાનને જબરજસ્ત હાર આપી અને તે બે ખંડમાં વિભાજીત થઇ ગયું. ભારતે પૂર્વી પાકિસ્તાનને બાંગ્લાદેશ નામથી સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી દીધું.
આ યુધ્ધ દરમિયાન 93 હજાર પાકિસ્તાન સેનાના જવાનોએ આત્મસમર્પણ કર્યું હતું. અત્યાર સુધી ઇતિહાસમાં આટલુ મોટુ આત્મ સમર્પણ ક્યારેય સાંભળવા કે વાંચવા પણ મળ્યું નથી. પાકિસ્તાનને મળેલી કારમી હાર બાદ પૂર્વ પાકિસ્તાન જે હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે તેને પાકિસ્તાનની ચુંગાલમાંથી ભારતે આઝાદ કરાવ્યું હતું. પૂર્વી પાકિસ્તાની સેનાના કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ એ એકે નિયાઝીએ ભારતના પૂર્વ સૈન્ય કમાંડર લેફ્ટિનેન્ટ જનરલ જગજીત સિંહ અરોડાની સામે આત્મ સમર્પણ કરી દીધું અને એ દિવસ ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરે લખાઇ ગયો – આજનો દિવસ ઇતિહાસના પાનામાં વિજય દિવસ તરીકે લખાઇ ગયો.

3 ડિસેમ્બર 1971 : પૂર્વી પાકના જનવિદ્રોહને દબાવવામાં નાકામ પાકિસ્તાને ભારતીય વાયુસેનાના 11 સ્ટેશનો પર હવાઇ હુમલો કર્યો.

4 ડિસેમ્બર 1971 : ભારતે ઓપરેશન ટ્રાઇડેંટની શરૂઆત કરી, પાકિસ્તાનના મોટા ભાગના ઠેકાણાને ઘ્વસ્ત કરી દીધા

16 ડિસેમ્બર 1971 : માત્ર 13 દિવસમાં પાકિસ્તાન સેના થઇ પસ્ત, આત્મસમર્પણ કરી દીધું.

17 ડિસેમ્બર 1971 : 93,00 પાકિસ્તાની સૈનિકોને બનાવી દેવાયા કેદી.

રડી પડ્યા નિયાઝી

સાંજના સાડા ચાર વાગ્યે ભારતીય સેનાના પૂર્વ સૈન્ય કમાંડર લે. જનરલ જગજીત સિંહ અરોડા હેલિકોપ્ટરથી ઢાકા પહોંચ્યા, જ્યાં નિયાઝી અને અરોડાની મુલાકાત થઇ. આ દરમિયાન નિયાઝી આત્મસમર્પણ માટે આપવામાં આવેલા કાગળ પર હસ્તાક્ષર કરી રહ્યા હતા. નિયાઝીએ પોતાની રિવોલ્વર જનરલ અરોડાને સોંપી અને આખી પાકિસ્તાની સેનાએ પણ આમ કર્યં. આ સમયે નિયાઝીની આંખમાં આંસુ આવી ગયા હતા. સ્થાનિક લોકો નિયાઝીના હત્યા કરવા માટે મક્કમ હતા પણ આપણા દેશની સેનાના અધિકારીઓએ નિયાઝીને ત્યાંથી સુરક્ષીત બહાર નીકાળ્યા.

આખરે શું થયુ હતું 16 ડિસેમ્બરે ?

સૈમ માનેકશાનો મેસેજ જનરલ જૈકબને મળ્યો કે પાકિસ્તાની સેનાના આત્મસમર્પણની તૈયારી માટે ઢાકા પહોંચો. પરંતુ આ સમયે જૈકબની હાલત બગડી રહી હતી. ભારતીય સેનાના માત્ર 3000 જવાન હતા અને તે પણ ઢાકાથી 30 કિલોમીટર દૂર હતા. બીજી તરફ પાકિસ્તાની સેનાના કમાંડર નિયાઝી પાસે 26 હજાર સૈનિકો હતા. આ યુધ્ધમાં ભારતીય સેનાએ પોતાની પકડ મજબૂત બનાવી દીધી હતી અને તેની વચ્ચે જગજીત અરોડા ઢાકા પહોંચ્યા અને યુધ્ધ વિરામ સમાપ્ત થયા બાદ જ્યારે પાકિસ્તાનની હાર નક્કી થઇ ગઇ ત્યારે નિયાઝીએ સરેંડર કરી દીધું. જૈકબ જ્યારે નિયાઝીના રૂમમાં પ્રવેશ્યા ત્યારે સન્નાટો હતો અને આત્મસમર્પણા દસ્તાવેજ ટેબલ પર મુકેલા હતા.

આખરે કેમ થયુ યુધ્ધ?

ભારત સાથેના વિભાજન બાદ પાકિસ્તાન પોતાના પૂર્વી ભાગને ન સાચવી શક્યુ. ભાષા અને સંસ્કૃતિના આધાર પર મુક્તિનો સંઘર્ષ ત્યાં રાષ્ટ્રીય ભાવનામાં પરિવર્તીત થઇ ગયો. 1970નું વર્ષ હતું. પાકિસ્તાનની સત્તા રાષ્ટ્રપતિ યાહિયાના હાથમાં હતી, ત્યાં ચૂંટણી થઇ, જેમાં પૂર્વી પાકિસ્તાનની જનતાએ ત્યાંની આવામી લીગનું સમર્થન કર્યું. તેમની સરકાર બનવાની હતી પણ સત્તાને તે કબુલ નહોંતુ. પરીસ્થીતી કાબુ બહાર હતી પણ આ સ્થિતીને પહોંચી વળવાને બદલે પાકિસ્તાની સેનાએ આવામી લીગના નેતા શેખ મુજીબુર્હમાનની ધરપકડ કરી લીધી. પાકિસ્તાની સેનાનો અત્યાચાર વધવા લાગ્યો અને ત્યાંથી લોકો પલાયન કરી ભારત આવવા લાગ્યા. પાકિસ્તાની કરતૂતને કારણે ભારતના કેટલાક રાજ્યો પણ પ્રભાવિત થવા લાગ્યા અને શાંતિ ભંગ થવા લાગી.
આ દરમિયાન પાકિસ્તાની સેનાના લડાકુ વિમાનોએ નવેમ્બર મહિનાના અંતિમ અઠવાડિયામાં ભારતીય હવાઇ સીમામાં ઘુષણખોરી કરી. 3 ડિસેમ્બર, 1971ના રોજ પાકિસ્તાની સેનાના વિમાનોએ ભારતીય ઠેકાણા પર બોમ્બ વર્ષા કરી. આ ભારતના ધૈર્યની હદ હતી. ભારત આગળ વધ્યું અને માત્ર 13 દિવસના યુધ્ધમાં પાકિસ્તાની સેનાને ધૂળ ચટાડી દીધી.

પાકિસ્તાની સેનાની ત્રીજી હાર
આ યુધ્ધમાં પાકિસ્તાન ફરી હાર્યુ અને આ તેની ત્રીજી હાર હતી. આના પહેલા ભારતીય સેનાએ બે વખત પાકિસ્તાનને હરાવ્યું હતું. પહેલી વાર 1974માં અને બીજી વાર 1965માં. બન્ને યુધ્ધમાં પાકિસ્તાનની જબરજસ્ત હાર થઇ હતી પણ 1971 તો પાકિસ્તાન માટે મોટો સબક હતો કારણકે ભારત સામે 13 દિવસ પણ તે ટકી શક્યુ નહોતું.

1971ના ભારત-પાક યુધ્ધમાં વિશ્વ શક્તિઓની ભૂમિકા
71 નુ યુધ્ધ માત્ર બાંગ્લાદેશની આઝાદીની અથવા દક્ષિણ એશિયાની વાત નહોતી. આ યુધ્ધે એક આંતરરાષ્ટ્રીય સમસ્યાનું રૂપ ધારણ કરી લીધું હતું, જેમાં અમેરિકા, બ્રિટન અને પછી સોવિયેત સુધીની ભૂમિકા બનવા લાગી હતી. ભારતીય સેનાએ માત્ર સાહસ નહીં પણ કુશળ રણનીતિ અને કુટનીતિ સાથે આ યુધ્ધને જીત્યું હતુ.


93 હજાર યુધ્ધ બંદિયોની આઝાદી
આ યુધ્ધમાં પાકિસ્તાનની હાર સાખે જ ભારતે પાકિસ્તાની સેનાના 93 હજાર કેદીઓને આઝાદ કરાવ્યા હતા. યુધ્ધમાં પાકિસ્તાનની હાર થઇ ત્યારે પણ અમેરિકા તેના સમર્થન કરી રહ્યું હતુ. જે ભારત માટે મોટી ઉપલબ્ધી માનવામાં આવી હતી.

નિક્સને કરી હતી પાકિસ્તાનને સાથ આપવાની કોશિશ

કેટલાક વર્ષો પહેલા જ પ્રકાશિત કરવામાં આવેલા પાકિસ્તાની દસ્તાવેજોએ એ પુરાવા આપ્યા છે કે તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સને પોતાના વિદેશમંત્રી હેનરી કિંસિજરને ફોન કરીને પુછ્યું હતું કે પાકિસ્તાનને કેવી રીતે બચાવી શકાય ? જ્યારે કે નિક્સન માનતા હતા કે પાકિસ્તાને ભારતને ઉક્સાવવાનું કામ કર્યું હતું.

ઇંદિરા ગાંધીના યાત્રા

કિસિંજરે આનો જવાબ આપતા કહ્યું હતું કે, જો પાકિસ્તાન લડાઇ ન કરે તો પણ અડધો દેશ પૂરો થઇ જશે. લડાઇ કરીને પણ પાકિસ્તાનની હાર નિશ્ચીત છે. આ પછી અમેરિકાએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતુ. આના થોડા સમય પહેલા ભારતના પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી પશ્ચિમી યુરોપ, બ્રિટનથી લઇને અમેરિકાની યાત્રા પર ગયા હતા .

ન માન્યા પશ્ચિમી દેશ
આનો ઉદ્દેશ્ય પૂર્વી પાકિસ્તાનમાં પાકિસ્તાની સેના દ્રારા કરાતા અત્યાચારોથી દુનિયાને અવગત કરવાનો હતો અને સાથે જ ભારત પર જે અસરો આની થઇ રહી છે તેની જાણકારી આપવાનો પણ હતો કારણકે લાખો શરણાર્થીઓ ભારત આવી રહ્યા હતા. પણ ઇંદિરા ગાંધી પશ્ચિમી દેશો અને ખાસ કરીને અમેરિકાને પાકિસ્તાનને સમર્થન કરવાથી ન રોકી શક્યા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share