Gujarat Main

વનરક્ષકની ચાલુ પરીક્ષાએ પેપર સોશિયલ મીડિયામાં વાઇરલ, પેપર લીક થયું કે ફૂટ્યું હોવાની સંભાવના

Listen Article
Getting your Trinity Audio player ready...

રાજ્યમાં ઘણાં સમયથી પેપર લીક થવાની ઘટનાઓ બનતી રહે છે. પેપર લીક થવાના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભાવિ અંધારામાં મૂકાઈ જતાં હોઈએ અને પરીક્ષા પાછી ઠેલાઈ હોય છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશંકા છે.

પ્રાપ્ત માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આજે યોજાયેલી વન રક્ષકની પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાત યુનિવર્સિટીને સોંપવામાં આવી હતી. ત્યારે ફરીથી સરકારી ભરતીઓની પરીક્ષામાં પેપર ફૂટવાનો સિલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. કોઈ પણ સંસ્થાને પરીક્ષા લેવાની જવાબાદરી અપાય પણ પેપર ફૂટવાની ઘટનાઓ અટકી નથી રહી. ઉનાવા સેન્ટર પર પેપર લીક થવા અંગે Harmony of India એ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કલ્પેન વોરા સાથે વાતચીત કરી હતી પરંતુ કલ્પેન વોરાએ આ અંગે સીધી પ્રતિક્રીયા આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

નોંધનીય છે કે, રવિવારે વન રક્ષક વર્ગ-3ની પરીક્ષા યોજાઈ હતી. જેમાં 334 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું હતું. અંદાજે 4.97 લાખ ઉમેદવારોએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. આર્થિક અનામતના વિવાદને કારણે પરીક્ષા સ્થગિત રખાઈ હતી. કુલ 200 માર્કસના 100 MCQ પૂછાયા હતાં. અમદાવાદમાં અંદાજે 52 હજાર ઉમેદવાર પરીક્ષા આપશે. લેખિત કસોટી બાદ શારીરિક કસોટી લેવાશે.

સાક્ષીએ શું જણાવ્યું?

વનરક્ષક પેપરમાં થયેલી ગેરરીતિને લઇને વિસનગરથી આવનારા ઉમેદવાર ઉર્વિશ મોદીએ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, એક વિદ્યાર્થી બહારથી સાહિત્ય લઇને આવેલા વ્યક્તિને રાજુ ગઢવીએ પકડી લીધો હતો. ઉમેદવાર જે ચિઠ્ઠી લઇને આવ્યો તેના વિશે મેડમને ફરિયાદ કરી હતી. મેડમ અને ઉપલા અધિકારીએ ચિઠ્ઠી ફાડી નાંખી હતી. અધિકારીઓએ જવાબો ખોટા છે તેમ કહીને ચિઠ્ઠી ફાડી નાંખી. અમે જવાબ ચેક કરવા ચિઠ્ઠી માગી. અમે જવાબ ચેક કર્યા તો જવાબો બધા સાચા હતા. સવાલ એ છે કે D સિરિઝનું પેપર હોવાની જાણ ક્યાંથી થઇ? ક્રમબદ્ધ સાચા જવાબો ક્યાંથી પહોંચ્યા? અમને શંકા છે કે અંદરનું કોઇ આમની સાથે સંડોવાયેલું છે. બીજા ક્લાસમાં જવાબો લખાવતા હોવાની અમને જાણ થઇ છે.

સરકારી ભરતીના કૌભાંડમાં સરકારના જ આશીર્વાદ : કોંગ્રેસ

વનરક્ષક પેપર ફૂટવાને લઇને કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, સરકારી ભરતીના કૌભાંડમાં સરકારના જ આશીર્વાદ. સરકારની એક જ વાત ચરમબંધીને છોડવામાં નહીં આવે. સરકારમાં જે રીતે ભરતી ચાલી રહી છે તેમાં ભ્રષ્ટાચાર છે. એલઆરડીનું હોય કે બિન સચિવાલય હોય કે વન રક્ષકનું પેપર હોય તેમાં ગેરરીતિઓ થાય છે. તેનાથી સાબિત થાય છે કે મધ્યપ્રદેશની જેમ ગુજરાતમાં પણ સરકારી ભરતમાં વ્યાપક કૌભાંડ ચાલે છે. 4 વર્ષ બાદ ફરી પરીક્ષા લેવાની ગોઠવણી થઇ ત્યારે પરીક્ષામાં મોટાપાયે ગેરરીતિ સામે આવી છે. પહેલી વખત પેપર ફૂટે તો સમજી શકાય કે અસામાજિક તત્વોએ પેપર ફોડ્યું છે. પણ 14-14 વખત પરીક્ષાના પેપર ફૂટે આ બધી પરીક્ષામાં સરકાર મોટા માથાને બચાવે છે એટલે જ આવી કરતૂતો થઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રીને રાજ્યના યુવાનોની ચિંતા હોય તો વિદ્યાર્થીઓ અને વાલીઓની માફી માંગવી જોઈએ.

મહેનતું વિદ્યાર્થીઓનું નસીબ ફૂટ્યું છે : ગોપાલ ઈટાલીયા

વન રક્ષકનું પેપર ગેરરીતિ મામલે APP પ્રદેશ પ્રમુખ ઈટાલિયાએ કહ્યું કે મહેનતુ વિદ્યાર્થીઓનુ નસીબ ફૂટ્યુ છે. પેપર ફૂટવાની ઘટના પ્રથમ વખત નથી. વારંવાર પેપરો ફૂટી રહ્યા છે. ઘટનાઓ બાદ કોઈ કાર્યવાહીઓ નથી થતી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share