India

UP Elections 2022 : યુક્રેન મામલે પણ વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં (pm modi varanasi rally)એક ચૂંટણી (up election 2022) રેલીમાં વિપક્ષ પર જોરદાર પ્રહાર કરતા તેમના પર રાષ્ટ્રીય સંકટના સમયે રાજનીતિક લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો છે. પીએમ મોદીએ (pm Narendra Modi)કહ્યું કે આપણા ગામની એક શક્તિ એ પણ છે કે જ્યારે સંકટ આવે છે ત્યારે બધા મતભેદો ભૂલીને એકજુટ થઇ જાય છે. જોકે દેશ સામે કોઇ પડકાર આવે તો આ ઘોર પરિવારવાદી તેમાં પણ રાજનીતિક લાભ શોધે છે. ભારતના લોકો અને સેના સંકટ સામે લડે છે તો આ લોકો તેમાં પણ પરેશાનીઓને વધારવામાં જે પણ કરી શકે છે તેને પુરી તાકાતથી કરતા રહે છે. આ આપણે કોરોના દરમિયાન પણ જોયું અને આજે યુક્રેન સંકટના (ukraine issue)સમયે પણ જોઈ રહ્યા છીએ. નિરંતર વિરોધ, અંધ વિરોધ, નિરાશા અને નકારાત્મકતા તેમની રાજનીતિક વિચારધારા બની ગઈ છે.

પીએમ મોદીએ કહ્યું કે મને આનંદ છે કે જેટલી જેમની ક્ષમતા છે તે રાષ્ટ્રહિતમાં યોગદાન કરી રહ્યા છે. આજે ભારત સામે કોઇ વાત આવે તો બધા નાગરિક એક સાથે ઉભા રહે છે. જો કોઇ પંચાયત માટે પણ વોટ કરે છે તો દેશના હિતને જોઈને વોટ કરે છે. પીએમ મોદીએ કહ્યું કે યૂપીના લોકો ગુંડાગર્દી, માફિયા, ભ્રષ્ટાચાર, ઘોર પરિવારવાદીઓને પુરી રીતે નકારી ચૂક્યા છે. ઘોર પરિવારવાદીઓની એક ખાસ આદત છે કે જે બોલે છે તે કરતા નથી અને જે નથી બોલતા તે જ કરે છે.

વારાણસીમાં પીએમ મોદીએ કહ્યું કે આજે એક તરફ ડબલ એન્જીનનું ડબલ બેનિફિટ છે જેનો લાભ યૂપીનો દરેક નાગરિક લઇ રહ્યો છે. બીજી તરફ ઘોર પરિવારવાદીઓની ફક્ત કોરી જાહેરાત છે જે ક્યારેય પૂરી થઇ શકે નહીં. 21મી સદીનો આ ત્રીજો દાયકો આખી દુનિયા માટે નવા પડકારો, અભૂતપૂર્વ સંકટ લઇને આવ્યો છે. જોકે ભારતે નક્કી કર્યું છે કે આ અભૂતપૂર્વ સંકટ અને પડકારોને અમે અવસરમાં બદલીશું. આ સંકલ્પ ફક્ત મારો નથી. આ હિન્દુસ્તાનના 130 કરોડ નાગરિકોનો છે, તમારા બધાનો છે.

પીએમ મોદીએ પોતાની સરકારના કામો ગણાવતા કહ્યું કે અમે સ્વચ્છ ભારત મિશન શરુ કર્યું, 10 કરોડથી વધારે શૌચાલયો બનાવ્યા. તેનાથી ગામના ગરીબ, દલિત, પછાત પરિવારની બહેનોને સૌથી વધારે ફાયદો થયો છે. આ મહેલોમાં રહેનારાને ખબર નથી. જો ઘરમાં શૌચાલય ના હોય તો એક ગરીબ માતા કેટલી તકલીફ ઉઠાવે છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share