train accident bikaner guvahati express
Main

બંગાળમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતર્યા, 7ના મોત, 45 ઘાયલ

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી પાસે ટ્રેન ગુરુવારે અકસ્માત થયો હતો. અહીં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે અને લગભગ 45 લોકો ઘાયલ થયા છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચશે. ટ્રેન દુર્ઘટના બાદ કાટમાળમાં ફસાયેલા મુસાફરોની ચિંતાજનક તસવીરો સામે આવી છે.

પશ્ચિમ બંગાળ સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 50 ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે 10 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. 24 લોકોને જલપાઈગુડી જિલ્લા હોસ્પિટલમાં જ્યારે 16 લોકોને મોયનાગુડી સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ન્યૂ ફ્રન્ટિયર રેલવેના સૂત્રોએ જણાવ્યું કે ગંભીર મુસાફરોને સિલિગુડીની ઉત્તર બંગાળ મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવશે. રેલ્વે સૂત્રોના જણાવ્યા અનુસાર, પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ઘણા મુસાફરો ફસાયા હોવાની આશંકા છે અને ક્ષતિગ્રસ્ત કોચને કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળના ન્યૂ દિમોહાની અને ન્યૂ મયનાગુરી રેલવે સ્ટેશનો વચ્ચે સાંજે લગભગ 5 વાગ્યે આ દુર્ઘટના થઈ, જ્યારે ટ્રેન નંબર 15633 બિકાનેરથી ગુવાહાટી જઈ રહી હતી. ટ્રેન બુધવારે બિકાનેર જંક્શનથી નીકળી હતી અને ગુરુવારે સાંજે ગુવાહાટી પહોંચવાની હતી. મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે ટ્વીટ કર્યું, “આજે સાંજે ન્યુ મયનાગુરી (પશ્ચિમ બંગાળ) પાસે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં બિકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. ઝડપી બચાવ કામગીરી માટે હું વ્યક્તિગત રીતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું.

રેલ્વે મંત્રીએ ANIને કહ્યું, “હું શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચી રહ્યો છું, મેડિકલ ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. વડાપ્રધાન મોદીએ પણ પરિસ્થિતિ અને બચાવ કામગીરી વિશે પૂછપરછ કરી છે. અમારું ધ્યાન રાહત બચાવ પર છે અને આ અંગે જરૂરી વળતરની પણ જાહેરાત કરી છે.

અકસ્માત સ્થળના વિડિયો ફૂટેજમાં લોકોને એલિવેટેડ ટ્રેનના ટ્રેકની બાજુમાં પડેલા કેટલાક ક્ષતિગ્રસ્ત ટ્રેનના કોચના કાટમાળમાંથી બચાવવામાં આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળે સ્થાનિક લોકો અને અન્ય મુસાફરો સાથે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરતી જોઈ શકાય છે.

ગુવાહાટીમાં ઉત્તરપૂર્વ પ્રાંતીય રેલ્વે (NFR) પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માત NFRના અલીપુરદ્વાર વિભાગ હેઠળના વિસ્તારમાં સાંજે 5 વાગ્યે થયો હતો. તેમણે કહ્યું કે આ દુર્ઘટના અલીપુરદ્વાર જંક્શનથી 90 કિલોમીટરથી વધુના અંતરે થઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેમણે COVID-19 પરિસ્થિતિની સમીક્ષા કરવા મુખ્ય પ્રધાનો સાથે બેઠક યોજી પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પાસેથી અકસ્માત વિશે પૂછપરછ કરી. બેનર્જીએ વડાપ્રધાનને રાહત અને બચાવ કામગીરી વિશે જાણકારી આપી હતી. બેનર્જીએ આ અંગે જલપાઈગુડીના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે.

એક મુસાફરે કહ્યું કે, અમને એકાએક આંચકો લાગ્યો. અમે બધા જોરશોરથી ધ્રૂજી રહ્યા હતા અને ઉપરની સીટ પર રાખેલો સામાન અહીં-તહીં પડ્યો હતો.

ભારતીય રેલ્વેએ મૃતકો માટે રૂ. 5 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને રૂ. 1 લાખ અને નાની ઇજાગ્રસ્તોને રૂ. 25,000ની સહાયની જાહેરાત કરી છે.

રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુખ્ય લાઇન પર થયેલા અકસ્માતને કારણે ગુવાહાટી તરફ જતી તમામ ટ્રેનોને હાલ પુરતી અટકાવી દેવામાં આવી છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બેનર્જીએ ટ્વીટ કર્યું, “મયનાગુરી ખાતે બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસના દુઃખદ અકસ્માત વિશે સાંભળીને ખૂબ જ ચિંતિત છું. રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, DM/SP/IG-ઉત્તર બંગાળ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે. ઘાયલોને વહેલી તકે તબીબી સહાય મળશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share