swami vivekanand jayanti special
HOI Exclusive

જીવનમાં વધુ સંબંધો જરૂરી નથી, સ્વામી વિવેકાનંદની જયંતિ પર વાંચો તેમના શ્રેષ્ઠ 12 વિચાર

12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની જન્મતિથી છે. પોતાના વિચારોથી લોકોની જીવનને રોશન કરવાવાળા સ્વામિ વિવેકાનંદનો જન્મ વર્ષ 1863માં કોલકાતામાં થયો હતો. આ દિવસને યુવા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આજે તેમના કેટલાક વિચારો જણાવીશું જે જીવન જીવવાની સરળ રીત અને પ્રેરણાદાયક વાતોથી જીવન ઉર્જાથી સભર થઇ જાય છે. ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મતિથીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે મનાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ મહાન દાર્શનિક, આધ્યાત્મિક અને સામાજીક નેતાઓમાંના એક છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેઓ એક રાષ્ટ્રભક્ત હતા. તેમનો દેશપ્રેમ કોઇનાથી નથી અજાણ. તેઓ કોઇની મદદ કરવાથી ક્યારેય નથી ચુક્યા. તેઓ લોકોની સેવા કરવી એ ઇશ્વરની પૂજા માનતા હતા.

પ્રેરણાદાયક વિચાર

  • જે સમયે જે કામનો સંકલ્પ કરો, તે કામ તે જ સમયે પૂર્ણ કરો, નહીંતર લોકો તમારા પર વિશ્વાસ નહીં કરે.
  • જીવનમાં વધુ સંબંધો હોવા જરૂરી નથી, પણ જે સંબંધો છે તેમાં જીવન હોવું જરૂરી છે.
  • દિવસમાં એકવાર પોતાની જાત સાથે વાત કરો, નહીંતર આપ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાની તક ખોઇ બેસશો.
  • દિલ અને દિમાગની જ્યારે ટક્કર થાય ત્યારે હંમેશા દિલની વાત જ સાંભળો.
  • પોતાની જાતને ક્યારેક કમજોર ના સમજો, કારણકે તે સૌથી મોટુ પાપ છે.
  • ઉઠો, જાગો અને ત્યાં સુધી મંડ્યા રહો, જ્યાં સુધી તમે તમારું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત નથી કરી લેતા.
  • જેટલો મોટો સંઘર્ષ હશે જીત પણ તેટલી જ શાનદાર હશે.
  • લોકો તમારા વખાણ કરે કે નિંદા, લક્ષ્ય તમારા પર કૃપાળુ હોય કે ના હોય, તમે ન્યાયપથથી કદી ભ્રષ્ટ ન થાવ.

વિદ્યાર્થીઓ માટે

  • ભણવા માટે જરૂરી છે એકાગ્રતા, એકાગ્રતા માટે જરૂરી છે ધ્યાન. ધ્યાનથી જ આપણે આપણી ઇંન્દ્રિયો પર સંયમ રાખીને એકાગ્રતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
  • ઉઠો, જાગો અને ત્યાં સુધી ન રોકાઓ જ્યાં સુધી તમે પોતાનું લક્ષ્ય મેળવી ન લો.
  • જ્ઞાન પોતાનામાં જ વર્તમાન છે, મનુષ્ય માત્ર તેનો આવિષ્કાર કરે છે.
  • જ્યાં સુધી જીવન છે, ત્યાં સુધી શિક્ષણ છે, અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share