India News

પ્રધાનમંત્રી મોદીની કાનપુર રેલીમાં સપા દ્વારા તોફાનો ભડકાવવાનો પ્રયાસ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કાનપુર મેટ્રોનો શુભારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે એક વિશાળ જનસભા પણ સંબોધિત કરી હતી. રેલીના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓ એક ગાડીમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા.
હવે કાનપુરમાં પ્રધાનમંત્રીની રેલી દરમિયાન કારમાં થયેલી તોડફોડનો મામલો ગરમાઇ રહ્યો છે. આને લઇને ભાજપે સમાજવાદી પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાઓ સમાચાર પત્રોની ખબરોને લઇને દાવો કર્યો હતો કે પીએમની રેલી દરમિયાન કાનપુરમાં તોફાનો ભડકાવવાની કોશિશ કરવામાં આવી હતી. આની પાછળ સમાજવાદી પાર્ટીના નેતાઓ હતા તેવો સીધો આક્ષેપ પણ પાત્રાએ કર્યો છે.

મુસ્લીમ વિસ્તારમાં ઘટી ઘટના

પાત્રાએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રીએ જ્યારે રેલીને સંબોધીત કરવાની શરૂઆત કરી તેના થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ભાજપ અને પ્રધાનમંત્રીના પોસ્ટર લાગેલી કારને લાલ ટોપી પહેરેલા લોકો તોડી રહ્યા હતા. તે કારમાં આગ લગાડવાની પણ કોશિશ કરવામાં આવી હતી. આની પાછળનું સત્ય ખુબ ગંભીર છે. આ ઘટના નૌબસ્તા-હમીરપુર રોડ સ્થીત બમ્બા ચાર રસ્તા પર બની હતી. આ અલ્પસંખ્યક વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીં આ પ્રકારની ગુંડાગર્દી કરીને સમાજવાદી પાર્ટી હિંદુ મુસ્લીમ વચ્ચે તોફાન કરાવવા માંગતા હતા. સપા નેતાઓની ચાલ હતી કે આ વીડિયો જોઇને ભાજપના સમર્થક અને કાર્યકર્તાઓ મારપીટ કરવા લાગતા પણ એવુ થયુ નહીં.

પાત્રાએ ખબરોને કેન્દ્રમાં રાખીને ત્રણ મોટા દાવા કર્યા

કારમાં તોડફોડ કરતી વખતે સમાજવાદી વિદ્યાર્થી સંગઠનના રાષ્ટ્રીય સચિવ કેસરવાની હાજર હતા. જે વિસ્તારમાં ઘટના બની તે મુસ્લિમ વિસ્તાર હતો.

પીએમ મોદી અને ભાજપના પોસ્ટર લાગેલી કારમાં તોડફોડ કરવામાં આવી તે સમાજવાદી વિદ્યાર્થી નેતા અંકુર પટેલની ગાડી હતી અને ભાજપને બતાવવા માટે પોસ્ટર લગાવવામાં આવ્યું હતુ.
કારમાં તોડફોડ કરીને સમાજવાદી નેતા ભાજપના કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાને ભડકાવવા માંગતા હતા. આજ મનસુબા સાથે વીડિયો વાયરલ કરવામાં આવ્યો જેથી પ્રધાનમંત્રીની રેલી અને કાનપુરમાં તોફાન કરાવી શકે.

પીએમની વાત સાચી પડી

પાત્રાએ વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની વાત સાચી ઠરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતુ કે લાલ ટોપી ખતરાના નિશાની છે. પાત્રાએ વધુમાં કહ્યું કે આવા કામ ગુંડા તત્વો જ કરી શકે છે. સપાના ગુંડાઓ આ પ્રકારનું કામ કરે છે અને પોતાની હાજરી આ રીતે બતાવવાનો પ્રયાસ કરે છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share