Gujarat

સોમનાથમાં ભવ્ય સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન, પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરાયું ઉદ્ઘાટીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ગુજરાતમાં સોમનાથ મંદિર પાસે સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સર્કિટ હાઉસનુંં ઉદ્દાટન કર્યું હતું. તેમણે આ તકે વાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે ભગવાન સોમનાથની પૂજામાં આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે - ભક્તિપ્રદાય કૃતાવતારમ તન સોમનાથમ શરણમ્ પ્રપદ્યે. એટલે કે ભગવાન સોમનાથની કૃપાથી અવતર્યા છે, કૃપાના ભંડારો ખુલ્યા છે. જે સંજોગોમાં સોમનાથ મંદિરનો નાશ થયો હતો અને જે સંજોગોમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો તે બંને આપણા માટે મોટો સંદેશ છે.

PM એ કહ્યું કે દર વર્ષે લગભગ 1 કરોડ ભક્તો સોમનાથ મંદિરના દર્શન કરવા માટે વિવિધ રાજ્યો, દેશના વિવિધ ખૂણાઓ અને વિશ્વમાંથી આવે છે. જ્યારે આ ભક્તો અહીંથી પાછા જાય છે, ત્યારે તેઓ પોતાની સાથે ઘણા નવા અનુભવો, ઘણા નવા વિચારો અને નવી વિચારસરણી લઈને જાય છે.

રૂપિયા 30 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું  

પીએમઓ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ 30 કરોડ રૂપિયામાં સર્કિટ હાઉસ તૈયાર થઈ ગયું છે. આ સર્કિટ હાઉસને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. VIP અને ડીલક્સ રૂમ પણ અહીં ઉપલબ્ધ છે. એક કોન્ફરન્સ અને ઓડિટોરિયમ હોલ પણ છે.

પીએમ મોદીએ પ્રવાસનથી લઇને વિકાસ કાર્યો અંગે કરી વાત

અત્યાધુનિક સર્કીટ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતુ કે, હું આ મહત્વપૂર્ણ અવસર પર ગુજરાત સરકાર, સોમનાથ મંદિર ટ્રસ્ટ અને તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમણે એ પણ કહ્યું કે આ બિલ્ડીંગને એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેનાથી દરેક રૂમમાં રોકાનાર વ્યક્તિને દરિયો દેખાશે. સી વ્યુ તમામ રૂમને આપવામાં આવ્યો છે. એટલે કે સોમનાથ સર્કિટ હાઉસમાં રોકાનાર લોકો રૂમમાં શાંતિથી બેસીને દરિયાના મોજાનો પણ આનંદ માણી શકશે અને તેમને સોમનાથનું શિખર પણ દેખાશે. 

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આપણે વિશ્વના ઘણા દેશો વિશે સાંભળીએ છીએ કે તેમની અર્થવ્યવસ્થામાં પર્યટનનું ખુબ મોટુ યોગદાન હોય છે અને આપણી પાસે તો દરેક રાજ્યમાં અને દરેક ક્ષેત્રમાં આવી અનંત શક્યતાઓ રહેલી છે. તેમણે કહ્યું કે છેલ્લા 7 વર્ષોમાં દેશે પર્યટનની ક્ષમતાને સાકાર કરવા અવિરતપણે કામ કર્યું છે. તેમણે જણાવ્યું કે આજે પ્રવાસન કેન્દ્રોનો આ વિકાસ એ સરકારી યોજનાનો જ એક ભાગ નથી પણ જનભાગીદારીનું એક અભિયાન બની ચુક્યુ છે. તેમણે આપણા દેશના હેરિટેજ સ્થળો અને સાંસ્કૃતિક વારસાના વિકાસને આનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતુ. 

પીએમ મોદીએ આજના સમયમાં પ્રવાસન વધારવા માટે ચાર બાબતો જરૂરી હોવાની પણ વાત જણાવી હતી, 

જેમાં પ્રથમ તેમણે સ્વચ્છતાની વાત કરી, કહ્યું કે અગાઉ આપણા પ્રવાસન સ્થળો અન પવિત્ર યાત્રાધામો અસ્વચ્છ હતા પણ સ્વચ્છ ભારત અભિયાને આ ચિત્ર બદલી નાખ્યું છે. 
પ્રવાસનને વેગ આપવા માટે સમય પણ ખુબ મહત્વનું પાસુ હોવાનું તેમણે જણાવ્યું હતુ. 
મોદીએ જણાવ્યું કે ટુરિઝમને વેગ આપવા માટે મહત્વની બાબત આપણી વિચારસરણી પણ છે, આપણી વિચારસરણી નવીન અને આધુનિક હોવી જરૂરી છે. મોદીએ કહ્યું કે આપણી વિચારસરણી આધુનિક હોવાની અનિવાર્યતાની સાથે જ આપણા પ્રાચીન વારસા પર ગર્વ હોવો પણ આવશ્યક છે. 




harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share