India

પિયૂષ જૈને કમિશનથી કેવી રીતે મેળવ્યાં 181 કરોડ, રૂપિયા ભરવા ટ્રકની જરૂર પડી!

કાનપુરમાં આવકવેરા વિભાગને પિયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 177 કરોડ રુપિયા મળ્યા છે. CBIC અને આયકર વિભાગના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જોઈને ચૌકીં ઉઠ્યા છે. કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી.

કાનપુરમાં આવકવેરા વિભાગને પિયૂષ જૈનના ઘરેથી 150 કરોડ નહીં પણ 179 કરોડ રુપિયા મળ્યા છે. CBIC અને આયકર વિભાગના ઓફિસર પણ દરોડામાં મળી આવેલ કેશને જોઈને ચૌકીં ઉઠ્યા છે. કેશની ગણતરી 13 મશીનોની મદદથી સતત 36 કલાક ચાલી હતી. એક સીનિયર ઓફિસરે કહ્યું કે, તેમણે પોતાના કરિયરમાં આટલી રોકડ ક્યારેય જોઈ નથી. કાનપુરની નજીક આવેલા કન્નોજમાં આવકવેરા વિભાગ સાથે જોડાયેલા બે ઓફિસર્સ રાનૂ મિશ્રા અને વીનિત મિશ્રાના ઘરે મોડી રાત્રે CBIC અને ITની ટીમે દરોડા પાડ્યા હતા. હાલ, તેમના ત્યાંથી શું મળી આવ્યું તેની કોઈ જાણકારી જાહેર કરવામાં આવી નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ બંનેનું પણ પિયૂષ જૈન સાથે કોઈ કનેક્શન છે. શુક્રવાર મોડી રાતે 1 વાગ્યા સુધી જૈનના ઘરે કેશની ગણતરી ચાલી હતી. રોકડ રકમને 42 મોટા બોક્સમાં ભરીને કન્ટેનરમાં પોલીસ સુરક્ષા વચ્ચે મોકલવામાં આવી. જૈનના ઘરેથી સોનાના દાગીના પણ મળ્યા છે. તેને બોક્સમાં સીલ કરાવીને લઈ જવામાં આવી રહ્યા છે. એક લોકરની સાથે ઘણા ડોક્યૂમેન્ટ પણ કબજે કરવામાં આવ્યા છે. હાલ CBIC અને ITના ઓફિસર પીયૂસ જૈનના ઘરે જ છે.

પિયૂષ જૈન મૂળ કન્નોજનો નિવાસી છે. કાનપુરમાં તેના ઘરે દરોડા પડ્યા બાદ CBIC અને ITના ઓફિસરો પીયૂષના દીકરા પ્રત્યૂષને લઈને કન્નોજ સ્થિત ઘરે પહોંચ્યા હતાં. અહીં માત્ર બે રુમની તપાસમાં જ 4 કરોડ રુપિયા મળ્યા છે. હજી ઘરના ઘણા રુમ તપાસવાના બાકી છે. તેના માટે ઓફિસરોએ એક્સ્ટ્રા ટીમ બોલાવી છે. સુરક્ષા માટે પોલીસ ફોર્સને પણ બોલાવામાં આવી છે. શિખર પાન મસાલા સમગ્ર દેશમાં સપ્લાઈ કરવાનું કામ ગણપતિ રોડ કેરિયરના માલિક પ્રવીણ જૈન પાસે હતું. IT ટીમે તે ટ્રાન્સપોર્ટ પર પણ દરોડા પાડ્યા. કાર્યવાહીમાં ટ્રાન્સપોર્ટર પ્રવીણ જૈનના ઘરેથી 45 લાખ અને ઓફિસથી 56 લાખ રુપિયા કેશ મળ્યા છે. IT ટીમે 3.09 કરોડ રુપિયાનો ટેક્સ અને દંડ ફટકાર્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share