communication post dept tablue 73rd republic day
India

કેન્દ્રના વિવિધ મંત્રાલયો દ્વારા રજૂ થયેલા ટેબ્લોમાં 34 ટકા વોટ સાથે સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગનું ટેબ્લો પ્રથમ નંબરે

ભારતના 73માં પ્રજાસત્તાક પર્વે દિલ્હીમાં યોજાયેલી પરેડ દરમિયાન કેન્દ્રના વિવિધ મંત્રલાયો દ્વારા સરકારના વિવિધ લોકકલ્યાણના કાર્યો અંગે પ્રેરક સંદેશા આધારિત અનેકવિધ થીમ પ્રદર્શિત કરતા ટેબ્લો રજૂ થયા હતા. જેમાં આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષી રાષ્ટ્રીયતા અને ભારતીય સંસ્કૃતિને સમાવતા ટેબ્લોએ પણ આકર્ષણ જમાવ્યું હતું.આ તમામ ટેબ્લોમાં ભારત સરકારના સંચાર મંત્રાલય-પોસ્ટલ વિભાગ દ્વારા રજુ થયેલા ટેબ્લોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું .

મહિલા સશક્તિકરણના ઉમદા સંદેશા સાથેના આ ટેબ્લોને પરેડ દરમિયાન કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ સહિત પ્રજાસત્તાક પર્વે ઉપસ્થિત પદાધિકારીઓ,મહેમાનો વગેરેએ આવકારી પ્રોત્સાહન પણ આપ્યું હતું.ઉલ્લેખનીય છે કે ભારત સરકારના વિવિધ મંત્રાલયના રજુ થયેલા ટેબ્લોમાં સહુથી શ્રેષ્ઠ ટેબ્લો માટેની પસંદગી માટે થયેલા જાહેર વોટિંગમાં કુલ 137213 વોટર્સ તરફથી વોટિંગ થતાં 46365 વોટર્સએ કેન્દ્રીય સંચાર મંત્રાલયના પોસ્ટલ વિભાગ દ્વારા રજૂ થયેલી મહિલા સશક્તિકરણ સહિતની થીમ આધારિત ઝાંખી પર સહુથી વધુ વોટ કર્યા હતા.જેના પગલે સંચાર મંત્રાલયના પોસ્ટ વિભાગ દ્વારા રજૂ થયેલા ટેબ્લોનો સહુથી શ્રષ્ઠ પ્રથમ નંબર આવ્યો છે.કુલ વોટર્સના 34 ટકા વોટ પોસ્ટ વિભાગની કૃતીને મળ્યા છે.

કેન્દ્રીય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે પોતાના મંત્રાલય અંતર્ગતઆવતા પોસ્ટવિભાગની આ મહિલા સશક્તિકરણના સંદેશા સહિતની લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ કૃતિ માટે વિભાગના અધિકારીઓ સહિત ટેબ્લો માટે પ્રેરક કાર્ય કરનારા સહુ કોઇને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા..ટેબ્લો માટે વોટ કરનારા સહુ વોટર્સનો પણ સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણે આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશના 73માં પ્રજાસત્તાક પર્વની આ પરેડ દરમિયાન કેન્દ્રીય ગૃહ વિભાગના સી આર પી ફ ના જવાનો દ્વારા રજૂ થયેલી કૃતિ 35344 વોટ સાથે 26 ટકા મેળવી દ્વિતીય ક્રમે આવી છે.આ ઉપરાંત જલશક્તિ જળ જીવન મિશન, સાંસ્કૃતિક મંત્રાલય,શિક્ષણ વિભાગ,કાયદા વિભાગ સહિતના વિવિધ મંત્રલયો અને વિભાગો દ્વારા અનેકવિધ ટેબ્લો પ્રજાસત્તાક પર્વે રજુ થાય હતા..જે માટે જાહેર જનતાએ વિશેષ સર્વેક્ષણ માટે વોટિંગ કર્યું હતું.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share