omicron who warning covid varient
India

ઓમિક્રોન લાવી શકે છે એક નવો અને વઘુ ખતરનાક કોવિડ વેરિએન્ટ, WHO એ આપી ચેતવણી

ઓમિક્રોનનો ખતરો વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે તેવામાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે WHO એ કોરોના વાયરસના એક વધુ અને હાલમાં જોવા મળતા વેરિએન્ટથી પણ ખતરનાક વેરિએન્ટની ચેતવણી આપી છે. WHO એ કહ્યું છે કે દુનિયાભરમાં ઓમિક્રોનના વઘતા કેસ એક નવા જ અને વધુ ઘાતક વેરિએન્ટના ખતરાને વધારી શકે છે.
ઓમિક્રોન આખી દુનિયામાં આગની જેમ ફેલાઇ રહ્યો છે, જ્યારે શરૂઆતમાં આ વેરિએન્ટ સામે આવ્યો હતો ત્યારે આના સંક્રમણની ગંભીરતાને લઇને અનેક અટકળો લગાવવામાં આવી હતી, પણ આની અસર સામાન્ય જોવા મળી. ત્યાર બાદ એવી પણ વાતો વહેતી થઇ કે કોરોના મહામારી જલ્દી જ પૂરી થઇ જશે અને જીવન પૂર્વવત જલ્દી જ થઇ જશે.

ઓમિક્રોનનો ફેલાવો બની શકે મોટો ખતરો

પરંતુ WHO એ જણાવ્યું છે કે બધુ જ એટલુ જલ્દી સામાન્ય નહીં થાય પરંતુ આની સ્થિતી વઘુ ખરાબ થઇ શકે છે. WHO એ આપેલી જાણકારી મુજબ ઓમિક્રોનનું વધતું સંક્રમણ વિપરીત પ્રભાવ પાડી શકે છે.
વધુમાં જણાવ્યું કે ઓમિક્રોન જેટલો જલ્દી ફેલાય છે, જેટલી વખત વાયરસના સ્વરૂપમાં બદલાવ આવે છે તેટલી જ વધુ સંભાવના તેના નવા વેરિએન્ટની થાય છે. ઓમિક્રોન એ ડેલ્ટા વેરિએન્ટથી ઓછો ઘાતક હોઇ શકે છે જેનાથી મૃત્યુદર ઓછો છે. પણ કોને ખબર કે નવો વેરિએન્ટ કેટલો ખતરનાક હશે કે કંઇ કહી શકાય તેમ નથી.

સ્થિતિ ખૂબ ખતરનાક

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મહામારીની શરૂઆત પછી યૂરોપમાં 10 કરોડથી વઘુ કોવિડના કેસ સામે આવ્યા હતા, 2021ના અંતિમ સપ્તાહમાં 50 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કૈથરીન સ્મોલવુડે જણાવ્યું છે કે પરિસ્થિતિ બેહદ ખતરનાક છે.
તેમણે કહ્યું કે, આપણે એક ખતરનાક સ્થિતિમાં છીએ. અમે જોયું છે કે પશ્ચિમી યુરોપમાં સંક્રમણ દર ખુબ વધુ છે અને તેનાથી શુ સ્થિતિ સર્જાશે તે સ્પષ્ટ નથી. વધુમાં તેમણે કહ્યું કે ઓમિક્રોનના વઘતા કેસમાં ભલે હોસ્પિટલમાં ભરતી થવાના કિસ્સા નથી આવતા પણ પણ આ સંક્રમણ વધતા ગંભીર સંક્રમણ લાવી શકે છે.
ઓમિક્રોનના વઘતા આંકડાથી યૂરોપમાં ચિંતા જન્માવી છે, બ્રિટેનમાં મંગળવારે ઓમિક્રોન સંક્રમણની લહેરને કારણે હોસ્પિટલમાં કર્મચારીઓની કમી થઇ ચુકી છે કારણકે બ્રિટેનમાં કોવિડના 2 લાખ નવા કેસ સામે આવ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share