રાજ કુન્દ્રા
News

‘રાજ’ ની વાત : મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી છે, મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી

રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કેસમાં લાંબા સમય સુધી જેલમાં બંધ રહ્યા અને થોડા સમય પહેલા જ કુંન્દ્રાને જામીન મળ્યા. જેલમાંથી બહાર આવ્યા બાદ લાંબા સમયથી રાજ તરફથી કોઇ નિવેદન આપવામાં આવ્યું નહોતું. પણ લાંબા સમય બાદ આખરે રાજ કુન્દ્રાએ પોતાનું મૌન તોડ્યું છે અને પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું છે.

પોર્નોગ્રાફી કેસમાં નામ આવ્યાના મહિનાઓ બાદ શિલ્પા શેટ્ટીના પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રાએ પોતાની પ્રતિક્રિયા પહેલી વખત આપી છે. જ કુન્દ્રાએ આ આખી ઘટનાને ‘વિચ હંટ’ ગણાવી છે. જ કુન્દ્રા એ હાલમાં જ એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં પોર્ન કન્ટેન્ટના પ્રોડક્શન તથા ડિસ્ટ્રિબ્યુશન સાથે જોડાયેલા હોવાની વાતને નકારી હતી. ઉલ્લેખનીય છે કે રાજની જુલાઈમાં પોર્ન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને સપ્ટેમ્બરમાં જામીન મળ્યા હતા. હાલમાં જ સુપ્રીમકોર્ટે રાજની આગોતરા જામીન અરજી મંજૂર કરી હતી અને ચાર અઠવાડિયાં સુધી તેની ધરપકડ થઈ શકશે નહીં.

ખાનગી ચેનલના અહેવાલ પ્રમાણે, રાજ કુંદ્રાએ કહ્યું હતું, ‘બહુ જ વિચાર્યા બાદ, અનેક ખોટા તથા બિનજવાબદાર નિવેદનો, રિપોર્ટ્સ વાંચ્યા અને જોયા બાદ મને લાગ્યું કે મારા મૌનને મારી નબળાઈ સમજવામાં આવી છે. હું મારા જીવનમાં ક્યારેય પોર્નોગ્રાફીમાં સામેલ થયો નથી. આ પૂરી ઘટના બીજું કંઈ નહીં, પરંતુ વિચ હંટ છે. હું દરેક કેસનો સામનો કરવા તૈયાર છું. મને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે અને અહીંયા સત્યની જીત થશે. દુર્ભાગ્યથી મીડિયાએ પહેલેથી જ મને દોષી જાહેર કરી દીધો. ક્યાંકને ક્યાંય મારા માનવીય તથા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થયું અને આ જ કારણે મારે ઘણું જ સહન કરવું પડ્યું. ટ્રોલિંગ, નેગેટિવિટી તથા ટોક્સિક પબ્લિક ઓપિનિયને મને નબળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો.’

રાજે પોતાની પ્રાઇવસી અંગે કહ્યું હતું, ‘હું શરમને કારણે મારો ચહેરો છુપાવતો નથી, પરંતુ ઈચ્છું છું કે આ સતત મીડિયા ટ્રાયલની સાથે મારી પ્રાઇવસીમાં દખલગીરી કરવામાં ના આવે. મારી પ્રાથમિકતા હંમેશાંથી મારો પરિવાર રહ્યો છે અને આ સમયે અન્ય કોઈ બાબત મહત્ત્વની રહેતી નથી. હું માનું છું કે દરેક વ્યક્તિનો ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. મારી પ્રાઇવસીનું સન્માન કરવા માટે આભાર.’

બોમ્બે હાઇકોર્ટે કુંદ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. રાજે 25 નવેમ્બરના રોજ બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં રાજે કહ્યું હતું કે તેને એરોટિક વીડિયો બનાવ્યા છે, પરંતુ તેમાં ક્યાંય ફિઝિકલ અને સેક્સ્યુઅલ એક્ટિવિટી બતાવી નથી. તે કોઈ પોર્ન વીડિયો બનાવવા તથા પ્રસારિત કરવામાં સામેલ નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 20 સપ્ટેમ્બરે જામીન મળ્યા હતા. રાજ કુંદ્રા બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે જેલમાંથી બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા સમયે રાજ કુંદ્રા એકદમ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયાં હતાં. રાજ કુંદ્રાએ સો.મીડિયા અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ તથા ટ્વિટર ડિલિટ કરી નાખ્યાં છે. અને ઘણા લાંબા સમય બાદ રાજે પોતાનું મૌન તોડ્યું છે પણ રાજે હજી પણ કાયદાકીય લડાઇ તો લડવાની બાકી છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share