India

દિલ્હીથી દોહા જઈ રહેલી ફલાઇટમાં તકનીકી ખરાબીના કારણે કરાંચીમાં ઇમર્જન્સી લેન્ડિંગ

Listen Article
Getting your Trinity Audio player ready...

કતાર એરવેઝની ફ્લાઈટ QR 579 દિલ્હીથી દોહા જઈ રહી હતી. ફ્લાઈટ દરમિયાન કેટલીક ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જે બાદ ફ્લાઈટને પાકિસ્તાનના કરાચી તરફ વાળવામાં આવી હતી. ફ્લાઇટ કરાચી એરપોર્ટ પર લેન્ડ થઈ છે. વિમાનમાં 100 થી વધુ મુસાફરો સવાર હતા. આ ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.

કતાર એરવેઝે માહિતી આપી છે કે 21 માર્ચે દિલ્હીથી દોહા જતી ફ્લાઇટ QR579ને કરાચી તરફ વાળવામાં આવી હતી, કારણ કે કાર્ગો હોલ્ડમાં ધુમાડાના ચિહ્નો મળતાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું, જ્યાં તેને ઈમરજન્સી સેવાઓ મળી હતી અને મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા.

હાલમાં આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને મુસાફરોને દોહા લઈ જવા માટે રાહત ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કતાર એરવેઝ વતી, એવું કહેવામાં આવ્યું છે કે અમે અમારા મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગીએ છીએ, જેમને આગળની મુસાફરીની યોજનાઓમાં મદદ કરવામાં આવશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share