News

‘પુષ્પા’ના ચાહકો માટે ખુશખબર. હવે, OTT પર ‘પુષ્પા’ !

અલ્લુ અર્જુનની એક્શન થ્રિલર ‘પુષ્પાઃ ધ રાઇઝ – પાર્ટ 1’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. સુકુમાર દ્વારા લિખિત અને દિગ્દર્શિત ફિલ્મમાં અલ્લુ અર્જુન ઉપરાંત રશ્મિકા મંદન્ના પણ છે. ફહદ ફાસીલે આ ફિલ્મથી તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મનું પ્રીમિયર 7 જાન્યુઆરીએ પ્રાઇમ વિડિયો પર થયું હતું. આ ફિલ્મ તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડમાં ઉપલબ્ધ હતી. પરંતુ હવે તેની હિન્દી રિલીઝની પણ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ એમેઝોન પ્રાઇમ વિડિયો પર હિન્દીમાં જોવા માટે ઉપલબ્ધ થશે. આ રીતે હિન્દી દર્શકોની લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે. ફિલ્મમાં પોતાના રોલ વિશે વાત કરતા અલ્લુ અર્જુને કહ્યું, “જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મને તરત જ તે યોગ્ય લાગ્યું કે આ ફિલ્મ મારે કરવી જ જોઇએ. પહેલી વાર કોઇના આવા પાત્રને જોઇને અટપટુ લાગી શકે છે પણ આ આખી યાત્રાને જે રીતે ફિલ્મમાં પ્રસ્તુત કરવામાં આવી તેમાં પણ અનેક સુંદર વળાંકો જોડી દેવામાં આવ્યા છે તે જોઇને મને આ ફિલ્મ સાથે જોડાવવામાં ગૌરવ અનુભવાય છે. મારી કારકિર્દીની આ મારી દ્રષ્ટીએ શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. હું ખુબ રોમાંચિત છું કે પ્રાઈમ વિડિયો પર રિલીઝ થવાની સાથે આ ફિલ્મ વિશ્વભરના દર્શકો સુધી પહોંચશે. ‘પુષ્પા’ અભિનેત્રી રશ્મિકા મંડન્નાએ કહ્યું, “ઘણા મહિનાની મહેનત અને તાલીમનું ફળ મળ્યું છે જ્યારે મેં દર્શકોને ફિલ્મની ખૂબ પ્રશંસા કરતા જોયા છે.

અલ્લુ અર્જુન અને ફહાદ ફાસિલ જેવા કલાકારો સાથે કામ કરવું મારા માટે ખૂબ જ ખાસ રહ્યું છે. તેલુગુ સિનેમામાં તેની પ્રથમ ફિલ્મ ફહાદ ફાસીલે કહ્યું, ‘પુષ્પા તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા માટે એક શાનદાર ડેબ્યૂ સાબિત થઈ છે. મારા પાત્રને જે રીતે ઘડવામાં આવ્યું છે. દરેક પરિબળ વાર્તામાં ઊંડે વણાયેલા છે. મને આવા ખાસ રોલ માટે તૈયારી કરવી ગમે છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના સરહદી જંગલોમાં મળી આવતા દુર્લભ લાલ ચંદનની દાણચોરી પર બનેલી ફિલ્મ ‘પુષ્પા પાર્ટ વન’ની વાર્તા એક એવા માણસની વાર્તા છે જે એક દિવસ કુલી તરીકે કામ કરીને નંબર વન દાણચોર બની જાય છે. . મલયાલમ સિનેમાના અભિનેતા ફહદ ફાસીલની ફિલ્મમાં ખાસ ભૂમિકા છે અને તેનું પાત્ર પણ ફિલ્મનો સૌથી મોટો વળાંક બની જાય છે. હિન્દીમાં આ ફિલ્મ હવે 14 જાન્યુઆરીએ પ્રાઇમ વીડિયો પર રિલીઝ થવા જઈ રહી છે. પુષ્પાના ચાહકો માટે હવે તેની પ્રતિક્ષાનો અંત આવશે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share