World

રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે US પ્રમુખ બાઈડને પોલેન્ડમાં નાટો સૈનિકો સાથે પિઝ્ઝા પાર્ટી કરી

Listen Article
Getting your Trinity Audio player ready...

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ખુલ્લો પડકાર આપતા, યુક્રેનની સરહદથી લગભગ 80 કિલોમીટર દૂર પોલેન્ડના શહેર રેજજોવમાં પહોંચ્યા હતા. બાઈડને ત્યાં તહેનાત નાટોનાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. બાઈડને સૈનિકો સાથે પિઝા પાર્ટી કરી અને સેલ્ફી પણ લીધી હતી. બાઈડને અહીં પુતિનને યુદ્ધ ગુનેગાર પણ કહ્યા હતા.

બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ યુદ્ધગ્રસ્ત દેશની સરહદની આટલી નજીક સૈનિકોને મળ્યા હોય.

યુએસ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ બાઈડન શનિવારે યુદ્ધના મહત્વ વિશે મુખ્ય ભાષણ આપશે તેવી આશા છે. બાઈડન, પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા તેમજ યુક્રેનિયન શરણાર્થીઓ અને યુએસ માનવતાવાદી સહાય સ્વયંસેવકો સાથે પણ મુલાકાત કરશે.

બાઈડેને પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રેજેજ ડુડા પાસેથી વીસ લાખથી વધુ યુક્રેનિયન શરણાર્થીઓ વિશે માહિતી માંગી હતી જેઓ તેમના ઘર છોડીને છેલ્લા એક મહિનામાં યુક્રેનથી પોલેન્ડ પહોંચ્યા છે. ડુડાએ બાઈડનને કહ્યું કે આ લોકો ઘાયલ છે, તેમનું મન પણ તૂટી ગયું છે. રશિયન બોમ્બમારાથી ગભરાઈને તેઓએ પોતાનો સામાન પણ છોડી દીધો છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share