Anubhav Plus size women workshop in ahmedabad
Gujarat

જૈમિલ જોશી અને એડવિંઝ ગ્રુપ દ્વારા પ્લસ સાઈઝ મહિલાઓ માટે ખાસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

સામાન્ય પ્લસ સાઈઝના વ્યક્તિઓ પોતાના રોજિંદા જીવનમાં ઘણી મુશ્કેલી અને ઘણા અપમાન સહન કરતા હોય છે અને મોડેલિંગ જેવી વસ્તુઓ તો ખાલી પાતળા લોકો જ કરી શકે એવી ભ્રમણાને દુર કરવાના ઉદ્દેશથી જૈમિલ જોશી અને એડવિંઝ ગ્રુપના અનુક્રમે “અનુભવ – પ્લસ સાઈઝ વર્કશોપ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્કશોપમાં વાપી,મોડાસા, ગાંધીધામ, નવસારીથી લોકો વર્કશોપમાં જોડાયા હતા. ખાસ કરીને ઘણી ગૃહિણી ,ઘણી વર્કિંગ વુમન , કોલેજ અને સ્કૂલમાં ભણતી છોકરીઓએ પણ ભાગ લીધો હતો. મહત્વની વાત એ છે કે, ઘણા લોકોનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને કહ્યું હતું કે, ભલે અમારી સાઈઝ વધારે છે પણ અમારો જુસ્સો પણ એટલો જ છે.


સાથે RJ દિપાલી એ પોતાની લાઇફ સ્ટોરી શેર કરી હતી , અને કોઈ તમને બોડી શેમ કરે તેવી વ્યક્તિઓ કેવી રીતના ડીલ કરવી એ પણ શીખવ્યું હતું.પ્લસ સાઇઝમાં લોકોને અવરોધ રૂપ સોશિયલ અને સાઈકોલોજીકલ નોરમ્સની વાત કરવામાં આવી હતી

RJ હર્ષ એ સૌની જોડે સપનાઓ અને ગોલ વિશે વાત કરી હતી. વૈશાલી વૈષ્ણવ દ્વારા પ્લસ સાઈઝ ફેશન ટિપ્સ આપવામાં આવી હતી
છેલ્લે સૌના માટે એક નાનડકી ફેશન હરીફાઈ રાખવામાં આવી હતી, જેમાં બેસ્ટ મોડેલ , બેસ્ટ સ્ટાઈલ, બેસ્ટ ફોટોજેનિક જેવા ટાઇટલ આપવામાં આવ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share