paper leak gujarat
Gujarat

રાજ્યમાં વધુ એક પેપરલીક, ધો-10 અને 12ની પ્રિલિમ પરિક્ષાનું YouTube પર પેપરલીક

રાજ્યમાં સતત દિવસે અને દિવસે પેપરલીકની ઘટનાની હારમાળા સર્જાઈ છે.રાજ્યમાં વધુ એક પેપરલીકની ઘટના સામે આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની પ્રિલિમિનરી પરિક્ષાનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે. પેપર સોશિયલ મીડિયા પર લીક થવાની ઘટનાના સમાચાર મળતા જ વિદ્યાર્થીઓમાં સોંપો પડી ગયો છે.

આ મુદ્દે દિનેશ પટેલ (બોર્ડ સચિવ,GSEB)એ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, મને ટેલીફોનીક જાણકારી આ અંગે મળી છે. યુટ્યુબ ચેનલ RM Academy કરીને પરિક્ષાનું પેપર સોલ્વ કરતો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે. પ્રિલીમની પરિક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લેતું નથી અને આ અંગે બોર્ડ પેપર રીલીઝ કરતું નથી. પ્રિલીમ પરિક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા, તાલુકા, વિકાસ સંકુલ કક્ષાએ યોજવા માટે સૂચના આપવામાં આવી છે. આ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા કાવતરું કરવામાં આવ્યું છે. બોર્ડના નામે પેપર સોલ્યુશન આપવામાં આવ્યું છે તે ખોટી બાબત છે અને આ મુદ્દે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું.

વધુ એક પેપરકાંડ!! ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર લીક થયા

ઉલ્લેખનીય છે કે, નવનિત પ્રકાશનમાં આ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી પરીક્ષાના પેપર છપાય છે. જેમાં શાળા વિકાસ સંકુલ હેઠળ લેવાતી પરીક્ષાનું પેપર લીક થતાં ભારે ચકચાર મચી છે. જો નવનિત પ્રકાશનમાં પરીક્ષાનું પેપર છપાય છે તો તે પણ આ પેપર લીકમાં જવાબદાર હોઇ શકે છે. જેમાં ધો.10 અને 12ના પ્રીલિમના પેપર લીક થતાં વિદ્યાર્થીઓમાં ચર્ચા જાગી છે. હવે તો તમામ પેપર આ રીતે જ લીક થતા હોય તો પરીક્ષામાં મહેનત કરવાનો કોઇ મતલબ નથી.

No description available.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share