India Main

પનામા પેપર્સ લીકને લઈ ઐશ્વર્યા રાય બચ્ચનની છ કલાકથી વધુ કરવામાં આવી પૂછપરછ, જાણો શું છે સમગ્ર કેસ?

બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ જવાબ આપવા રજૂ થઈ હતી..શું છે સમગ્ર કેસ એ જાણીએ.

દુનિયાભરમાં બહુચર્ચિત પનામા પેપર્સ કેસ મામલે બચ્ચન પરિવારની તકલીફ વધી ગઈ છે…બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય દિલ્હીના લોકનાયક ભવનમાં ED સમક્ષ રજૂ થઈ છે..ED છેલ્લાં 2 કલાકથી એક્ટ્રેસની પૂછપરછ કરી રહ્યું છે. સૂત્રોના મતે EDના અધિકારીઓએ પહેલેથી જ પ્રશ્નોનું લિસ્ટ તૈયાર કરીને રાખ્યું છે. પનામા પેપર્સમાં ભારતના આશરે 500 લોકો સામેલ હોવાની વાત સામે આવી હતી…તેમાં નેતા, એક્ટર, ખેલાડીઓ અને બિઝનેસમેન સહિત દરેક વર્ગમાં આગળ પડતા લોકોનાં નામ છે. આ લોકો પર ટેક્સ હેરાફેરીનો આરોપ છે. આ કેસમાં ટેક્સ ઓથોરિટી તપાસ કરી રહી છે. પનામા પેપર્સ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે. એક મહિના પહેલાં અભિષેક બચ્ચન EDના કાર્યાલયે પહોંચ્યો હતો. તેણે અમુક ડોક્યુમેન્ટ પણ EDના ઓફિસર્સને સોંપ્યા છે. EDનાં સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં અમિતાભ બચ્ચનને પણ તેડું આવવાનું છે.

વર્ષ 2016માં બ્રિટનમાં પનામાના લો-ફર્મના 1.15 કરોડ ટેક્સ ડોક્યુમેન્ટ લીક થયા હતા. એ પછી દુનિયાભરના નેતાઓ, બિઝનેસમેન અને સેલિબ્રિટીનાં નામ સામે આવ્યાં હતાં. ભારતની વાત કરીએ તો આશરે 500 લોકોનાં નામ હતાં. એમાં બચ્ચન પરિવાર પણ સામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનને 4 કંપનીના ડિરેક્ટર બનાવ્યા હતા. તેમાં ત્રણ બહામાસમાં હતી અને એકે વર્જિન આઇલેન્ડમાં હતી. આ કંપનીઓનું કેપિટલ 5 હજારથી 50 હજાર ડોલર વચ્ચે હતું, પરંતુ આ કંપનીઓ કરોડો રૂપિયાનાશિપ્સનો બિઝનેસ કરતી હતી. ઐશ્વર્યાને પહેલાં એક કંપનીની ડિરેક્ટર બનાવવામાં આવી હતી. એ પછી તેને કંપનીની શેરહોલ્ડર ડિક્લેર કરી. કંપનીનું નામ અમિક પાર્ટનર્સ પ્રાઇવેટ લિમિટેડ હતું. તેનું હેડક્વાર્ટર વર્જિન આઇલેન્ડમાં હતું. ઐશ્વર્યા ઉપરાંત તેના પિતા, માતા અને ભાઈ આદિત્ય રાય પણ કંપનીમાં તેનાં પાર્ટનર હતાં. આ કંપની 2005માં શરૂ કરી હતી. ત્રણ વર્ષ પછી એટલે કે 2008માં કંપની બંધ થઈ ગઈ હતી.આગામી સમયમાં શું કાર્યવાહી થાય છે તેના પર દેશની નજર છે.કારણ કે બચ્ચન પરિવાર દેશભરમાં ખુબ નામના ધરાવતું પરિવાર છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share