India

સુલ્લી ડીલ્સ બાદ બુલ્લી બાઇ !

સુલ્લી ડીલ્સ બાદ હવે બુલ્લી બાઈ..આ એક એવી એપ છે જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે. હૈશ ટૈગ બુલ્લી બાઈના નામથી આ એપને ટ્રોલ કરવામાં આવી રહી છે ,અને સાથે જ આ એપે મુસ્લિમ મહિલાઓને ખૂબ નારાજ કરી છે..એપને લઈને રાજકીય નિવેદનો શરૂ થઈ ગયા છે અને આ મામલો પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં આ સવાલ દરેકના મનમાં થવો સ્વભાવિક છે કે, આખરે આ સુલ્લી ડીલ્સ અને બુલ્લી બાઈ છે શું?
સુલ્લી ડીલ્સ બાદ હવે બુલ્લી બાઈ..આ એક એવી એપ છે જેના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે…હૈશ ટૈગ બુલ્લી બાઈના નામથી આ એપને ટ્રોલ કરવામાં આવી રહી છે ,અને સાથે જ આ એપે મુસ્લિમ મહિલાઓને ખૂબ નારાજ કરી છે..એપને લઈને રાજકીય નિવેદનો શરૂ થઈ ગયા છે…બુલ્લી બાઈ એપના કારણે મુસ્લિમ મહિલાઓ ખૂબ જ નારાજ થઈ ગઈ છે. એપ બનાવનારા લોકો અલગ-અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ મહિલાઓની તસ્વીર એકત્ર કરે છે અને તેના પર વાંધાજનક સામગ્રી લખીને તેમની તસ્વીરોને ટ્રોલ કરે છે. તસ્વીરોનો ખોટી રીતે ઉપયોગ થાય છે. એપ પર કેટલીય મહિલાઓની તસ્વીરો હોય છે જેના પર કોઈ મહિલાની તસ્વીર સાથે લખ્યું હોય છે કે, યોર બુલ્લી બાઈ ઓફ ધ ડે…આ તસ્વીરોને શેર કરીને તેની હરાજી પણ કરવામાં આવી રહી છે. સુલ્લી મહિલાઓના વિરોધમાં ઉપયોગ કરવામાં આવતો અપમાનજનક શબ્દ છે. 4 જુલાઈ 2021ના રોજ ટ્વિટર પર સુલ્લી ડીલ્સના નામથી કેટલાક સ્ક્રીનશોટ શેર કરાયા હતા. આ એપમાં એક ટેગ લાઈન લાગી હતી, સુલ્લી ડીલ્સ ઓફ ધ ડે અને તેને મુસ્લિમ મહિલાઓની તસ્વીર સાથે શેર કરાઈ હતી.

મહત્વની વાત છે કે, તેને ગિટહબ પર એક અજ્ઞાત સમૂહ દ્વારા બનાવવામાં આવી હતી. બુલ્લી ડીલ્સ પર પણ મુસ્લિમ મહિલાઓની તસ્વીરોનો સોદો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ એપ ત્યારે દુનિયાની સામે આવી જ્યારે એક મહિલાને નિશાન બનાવવામાં આવી હતી. તેમની તસ્વીરનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરી એપ પર ટ્રોલ કરવામાં આવી રહી હતી. આ વાતની જાણકારી આપતા મહિલા પત્રકારે ટ્વિટર પર લખ્યું કે, મુસ્લિમ મહિલાઓએ ડર અને ધૃણાની ભાવના સાથે નવા વર્ષની શરૂઆત કરવી પડી રહી છે.


આ મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નેતાઓ પણ મેદાને આવ્યા હતા..જેમાં શિવસેના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે, હોસ્ટિંગ પ્લેટફોર્મ ગિટહબનો ઉપયોગ કરીને સેંકડો મુસ્લિમ મહિલાઓની તસ્વીરો એક એપ પર અપલોડ કરવામાં આવી છે. આ મુદ્દાને તેમણે મુંબઈ પોલીસ સામે ઉઠાવ્યો છે અને દોષિતોની ઝડપથી ધરપકડ કરવાની માગ કરી છે. ઘણી વખત સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવજીને વિનંતી કરી છે કે, જે લોકો સુલ્લી ડીલ્સ જેવા પ્લેટફોર્મ દ્વારા મહિલાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. શરમજનક વાત એ છે કે, તેની અવગણના કરવામાં આવી રહી છે.


બુલ્લી બાઈ એપને ગિટહબ પર બનાવવામાં આવી છે. તે એક હોસ્ટિંગ પ્લેટફોર્મ છે જ્યા ઓપન સોર્સ કોડનો ભંડાર રહે છે પરંતુ હવે ગિટહબ અને તેના પર બનાવવામાં આવી રહેલ એપ્સને કારણે લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share