Gujarat

સુરત ફરી શર્મસાર : NGOમાં કામ કરતી યુવતી સાથે છેતરપીંડીનો ખેલ રચી તેને બ્લેકમેલ કરવામાં આવી…

મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણના દાવા વચ્ચે ગુજરાતમાં જાણે મહિલાઓ સૌથી વધુ અસુરક્ષીત થઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. દુષ્કર્મ અને છેતરપિંડીની ઘટનાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરતમાં એક એનજીઓમાં કામ કરતી યુવતી સાથે આવો જ એક બનાવ સામે આવ્યો છે. લગ્નની લાલચ આપીને આ યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને તેની અંગત પળોનો વીડિયો બનાવીનેે તેની બ્લેકમેલ પણ કરવામાં આવી રહી હતી. જોકે આ સમગ્ર મામલો સામે આવતા જ પોલીસે તે યુવકને ઝડપી લીધો છે.

યુવતીને કરવામાં આવી બ્લેકમેલ

સમીર શેખ નામના યુવકે એનજીઓમાં કામ કરતી યુવતીને પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવી હતી અને ત્યાર બાદ તે યુવતીને લગ્ન કરવાની લાલચ પણ આપવામાં આવી હતી. આ સમીર શેખ નામના યુવકે યુવતીને ફોસલાવીને તેની સાથે શરીર સંબંધ પણ બાંઘ્યા હતા અને ત્યારબાદ શરૂ થયો હતો બ્લેકમેલીંગનો ખેલ. એવી પરિસ્થીતી સર્જાઇ હતી તે યુવતી સાથે કે તે યુવતી પોતાની પરેશાની કોઇને કહી પણ ના શકે.

લગ્નની લાલચ આપી પ્રેમ સંબંઘો બાંધ્યા 

યુવકે યુવતીને લગ્નની લાલચ આપી અને બાદમાં તેની સાથે પ્રેમ સંબંધો બાધ્યા હતા. જે વખતે તેણે અંગત પળોનો વીડિયો બનાવી લીધો હતો. તે વીડિયોને લઈ પછી યુવક તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. બાદમાં જ્યારે યુવતીએ લગ્ન માટે પુછ્યું ત્યારે યુવકે ના પાડી દીધી. જેથી લાચાર યુવતીએ કંટાળીને પોલીસની મદદ લીધી અને આરોપી સામે ફરિયાદ નોંધાવી. 

ગણતરીના સમયમાં યુવક પોલીસ જાપ્તામાં 

ઉલ્લેખનીય છે કે પોલીસને ફરિયાદ મળ્યા બાદ પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને ગણતરીના સમયમાં ઝડપી પાડ્યો છે. જેને હાલ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે. જોકે રાજ્યમાં વધી રહેલા દુષ્કર્મના બનાવો હવે એક ચિંતાનો વિષય બન્યો છે અને વધતા જતા દુષ્કર્મના બનાવને કારણે મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. 

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share