miss teen diva 2021
India

11માં ધોરણમાં ભણતી આ છોકરીએ જીત્યું ‘Miss Teen Diva 2021’ નું ટાઇટલ, ખૂબસૂરતીના લોકો થયા કાયલ

ભારતમાં અનેક બ્યૂટી કોમ્પિટીશન થતા હોય છે, જેમાં જીતવાવાળા પ્રતિસ્પર્ધી આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. હાલમાં જ મીસ ટીન દિવા 2021નું આયોજન કિંગડમ ઓફ ડ્રીમ્સ, ગુરૂગ્રામમાં થયું હતુ. આમાં 35 પ્રતિસ્પર્ધીએ ભાગ લીધો હતો, જેમની ઉંમર 14 થી 19 વર્ષની વચ્ચેની હતી. આ પ્રતિયોગિતાનો તાજ 11મા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરીને પ્રાપ્ત થયો હતો અને તેને મિસ ટીન ઇંટરનેશનલ ઇંડિયાનો તાજ પહેરાવવામાં આવ્યો.
આ પ્રતિયોગિતામાં બેંગાલુરૂની બ્રુંડા યેરાબેલીએ મિસ ટીંન યુનિવર્સ ઇંડિયા, ગુરુગ્રામની રાબિયા હોરાને મિસ ટીન અર્થ ઇંડિયા અને કોલકાતાની માહિકા બિયાણીએ મિસ ટીન મલ્ટીનેશનલ ઇંડિયાનુ ટાઇટલ જીત્યુ છે.


કોણ છે મિસ ટીન ઇંટરનેશનલ ઇંડિયાની વિજેતા

મિસ ટીન ઇંટરનેશનલ ઇંડિયાનું ટાઇટલ જીતવાવાળી કિશોરીનું નામ મન્નત સિવાચ છે, જે રાજસ્થાનના જયપુરની રહેવાસી છે. મન્નત હવે 2022માં દુનિયાની સૌથી મોટી પ્રતિયોગિતા ટીન પેજેંટ મિસ ટીન ઇંટરનેશનલ 2022માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તે હાલમાં જયશ્રી પેરીવાલ હાઇસ્કૂલ, જયપુરમાં 11મા ધોરણની વિદ્યાર્થીની છે. આર્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે તેનામાં આત્મ અનુશાસન, દ્રઢતા અને મહેનતના ગુણ વિરાસતમાં મળ્યા છે. મન્નત અભ્યાસમાં પણ હોંશિયાર છે અને ભણવાની સાથે સાથે અનેક ઇંટર સ્કૂલ કોમ્પિટિશન પણ જીત્યા છે. જિલ્લા કક્ષાએ અનેક સ્પર્ધા જીતી ચુકી છે. બ્યુટી કોમ્પિટીશન જીત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો તેને બ્યુટી વીથ બ્રેન કહી રહ્યા છે.

મન્નતનો સફળતાનો મંત્ર

મન્નતે પોતાની વાતચીતમાં જણાવ્યું હતું કે તે ચાઇલ્ડ એબ્યુઝ એટલે કે બાળ શોષણનો વિરોધ કરે છે. અને તે વિશ્વાસ કરે છે કે પોતાના પર વિશ્વાસ કરો તો દુનિયામાં કંઇ જ અસંભવ નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share