Food & Travel

બે મિનિટમાં તૈયાર થતી મેગી બે રૂપિયા થઇ મોંઘી, નવા ભાવ આજથી થશે લાગૂ

મેગીને મોંઘવારી નડી છે.બે મિનિટમાં તૈયાર થતી મેગી બે રૂપિયા મોંઘી થવા પામી છે. મેગી બનાવનારી કંપની નેસ્લે ઈન્ડિયાએ નાના પેકેટની કિંમત વધારીને 14 રુપિયા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હિન્દુસ્તાન યૂનીલિવર (HUL) અને નેસ્લેએ ચા, કોફી અને દૂઘની કિંમતો 14 માર્ચથી વધારી દીધી છે. હિન્દુસ્તાન યૂનીલિવરે કહ્યું કે કંપની ખર્ચ વધવાને કારણે આ વસ્તુઓની કિંમતો વધારવામાં આવી છે.

નેસ્લે ઈન્ડિયાએ જાહેર કર્યું કે તેમણે મેગીની કિંમતો 9થી 16% સુધી વધારી છે. નેસ્લે ઈન્ડિયાએ મિલ્ક અને કોફી પાઉડરની કિંમતો વધારી દીધી છે. કિંમતો વધાર્યા બાદ હવે 70 ગ્રામ મેગીના એક પેકેટ માટે 12 રુપિયાની જગ્યાએ 14 રુપિયા ચૂકવવા પડશે. જ્યારે મેગીના 560 ગ્રામવાળા પેક માટે 96 રુપિયાની જગ્યાએ 105 રુપિયા ચૂકવવા પડશે. આ હિસાબથી તેની કિંમત 9.4% વધી છે.

નેસ્લેએ A+ દૂધના એક લિટરના ભાવમાં વધારો કર્યો છે. પહેલા આ માટે 75 રૂપિયાના બદલે હવે 78 રૂપિયા ચૂકવવા પડશે. નેસકાફે ક્લાસિક કોફી પાઉડરના ભાવમાં 3-7%નો વધારો થયો છે. તે જ સમયે, 25 ગ્રામનું નેસકેફેનું પેક હવે 2.5% મોંઘું થઈ ગયું છે. આ માટે 78 રૂપિયાના બદલે હવે 80 રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે નેસકેફે ક્લાસિકના 50 ગ્રામના 145 રૂપિયાના બદલે 150 રૂપિયા ચૂકવવા પડશે.

  • હિન્દુસ્તાન યૂની લિવરે BRU કોફીની કિંમતો 3-7% સુધી વધારી છે.
  • બ્રુ ગોલ્ડ કોફી જારની કિંમતો પણ 3-4% સુધી વધી ગઈ છે.
  • ઈંસ્ટેન્ટ કોફી પાઉચની કિંમત 3%થી લઈને 6.66% સુધી વધી ગઈ છે.
  • તાજમહલ ચાની કિંમતો 3.7%થી લઈને 5.8% સુધી વધી ગઈ છે.
  • બ્રૂક બોન્ડ વેરિઅન્ટની અલગ-અલગ ચાની કિંમતો 1.5%થી લઇને 14% સુધી વધી ગઈ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share