lata-mangeshkar corona positive
India

લત્તા મંગેશકર કોરોના સંક્રમિત, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

બૉલીવુડમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. બૉલીવુડના પ્રખ્યાત ગાયિકા લત્તા મંગેશકર કોરોના પોઝિટિવ આવ્યા છે. 92 વર્ષીય લત્તા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે અને તેમને હાલ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લત્તા મંગેશકરની ઉંમરને ધ્યાનમાં રાખીને હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.

લત્તા મંગેશકરની ભત્રીજી રચનાએ તેઓ કોરોના પોઝિટિવ હોવાની વાતની પુષ્ટિ કરી છે. લત્તા દીદીના ચાહકો માટે સારા સમાચાર એ છે કે તેમને હળવા લક્ષણો છે. તેમને ICU માં ભરતી કરવામાં આવ્યા છે. લત્તા મંગેશકરના કોરોના પોઝિટિવ આવવાની સાથે જ બૉલીવુડમાં હડકંપ મચી જવા પામ્યો છે. બૉલીવુડના કલાકારો સહિત તેમના ચાહકો પણ તેઓ જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share