Gujarat

સ્ટેચ્યુ ઑફ યુનિટી દ્વારા હોળીના ખાસ અવસરે કેસુડા ટૂરનું કરવામાં આવ્યું આયોજન, જાણો વિગતો

નર્મદા, પંચમહાલ સહિત મધ્ય ગુજરાતના જંગલ વિસ્તારમાં હોળી આવતા પહેલા કેસૂડાના ફૂલોથી મનોહર દ્રશ્ય સર્જાતા હોય છે. કુદરતોનો આ નજારો જોવો પણ એક લ્હાવો છે. કેસૂડાના ફૂલોથી સમગ્ર વિસ્તાર નયનરમ્ય લાગે છે. ત્યારે નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોળીના તહેવારને લઇ પ્રવાસીઓ માટે કેસૂડાં ટૂરનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ વસંત ઋતુમાં કેસૂડાં ખીલી ઉઠતા આખું કેસૂડાં વન ઉપસી આવ્યું છે. પ્રવાસીઓને કેસૂડાં ટૂર દરમિયાન ખાસ કેસૂડાંનો જ્યુસ અને ચા નાસ્તો આપવામાં આવશે. કેસુડાના વનમાં પ્રવાસીઓને બસ મારફતે લઇ જઈને ફોટોગ્રાફી સહિત કેસૂડાં પણ લઇ શકાશે. મહત્વનું છે કે સ્ટેચ્યું ઓફ યુનિટીની આજુબાજુના જંગલોમાં 65 હજારથી વધુ કેસુડાના વૃક્ષો આવેલા છે.

આ વિસ્તારમાં 65 હજાર કરતા પણ વધુ કેસૂડાંના ઝાડ આવેલા છે. હાલ એકદમ ચારે કોર કેસૂડાં જ કેસૂડાં દેખાય છે. આ કેસૂડાંવનને પ્રવાસીઓ નજીકથી માણે અને તેના ફૂલને જાણે કેસૂડાંના પુષ્પના જ્યુસ પ્રવાસીઓ પીને જંગલ વિસ્તારમાં 3 કલાક કાઢે છે અને મોઝ મસ્તી કરે એવા સુંદર આયોજન સાથે કેસૂડાં ટૂરનું આયોજન SOU સત્તા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રથમ ત્રણ દિવસમાં 100 જેટલા પ્રવાસીઓએ આ કેસૂડાં ટૂરની મઝા માણી છે. અને આગળના સમયમાં બુકિંગ માટે ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે. આ નવો કેસૂડાં પ્રોજેક્ટ માટે સવારે 7 થી 10 અને સાંજે 4 થી 7 બે સ્લોટમાં પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકે છે. રૂપિયા 300 એક વ્યક્તિની ટીકીટ રખાઇ છે. જેમાં ચા-કોફી- નાસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓને બસમાં શ્રેષ્ઠ ભારત ભવનથી વિંધ્યાચલમાં ફેલાયેલા ભવ્ય અને પ્રાચીન જંગલમાં લઈ જવામાં આવશે, જે પલાશનાં ગાઢ જંગલો ધરાવે છે. તેઓ પરાગરજની ચમત્કારિક દુનિયા અને કેસૂડાંના ફૂલો સાથેના તેમના જોડાણને જોતા-જોતા ખીણો અને કોતરો સાથે લગભગ 3-4 કિમી સુધી ટ્રેક કરશે. ટ્રેકીંગ પછી પ્રવાસીઓને ખલવાણી ઇકોર્ટુરિઝમ સાઇટની મુલાકાત કરાવવામાં આવશે. જયાં તમામ પ્રવાસીઓને કેસૂડાંની ચા આપવામાં આવે છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વકક્ષાનું પ્રવાસધામ બન્યુ છે અત્યાર સુધી દેશ-વિદેશના 78 લાખ કરતા વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ ચુકયા છે. એકતાનગર વિસ્તાર કેસૂડાંના લગભગ 65 હજાર વૃક્ષથી સમૃધ્ધ છે અને વસંતઋતુમાં સમગ્ર વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઊઠે છે, આ માટે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસુડા ટુરની શરૂઆત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેસૂડાં ટુર માટે અલગ-અલગ ત્રણ રૂટ તૈયાર કરવામાં આવ્યાં છે. અને પ્રવાસીઓ કુદરતની વચ્ચે જઇને કેસૂડાં સાથે સાથે વિંધ્યાચલ પર્વતમાળામાં રહેલ અમુલ્ય વન્ય વારસાને માણી શકશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share