Jayrajsinh parmar joined bjp at kamalam gandhinagar
Gujarat Main

કોંગ્રેસના જયરાજસિંહ હવે ભાજપના, સીઆર પાટિલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને લઇ હવે કવાયત શરુ થઇ ગઈ છે. રાજ્યમાં પક્ષ પલટાની મૌસમ શરુ થઇ ગઈ છે. મંગળવારે કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા અને નેતા જયરાજસિંહ પરમારે શક્તિપ્રદર્શન કર્યું હતું. તેઓ અડધો કિલોમીટર લાંબા કારના કાફલા તથા સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. કમલમ પર જયરાજસિંહ સાથે એક હજાર કરતાં વધુ સમર્થકો આવતાં મેદાન નાનું પડ્યું અને ખુરશીઓ ખૂટી પડી હતી. જયરાજસિંહ પરમાર હવે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ખેસ પહેરાવીને તેમનું ભાજપમાં વિધિવત રીતે સ્વાગત કર્યું હતું.

May be an image of 5 people, people standing and text that says "ભારતાય જનતા પાટા-ગુજરાત 23"

ભાજપ નેતા જયરાજસિંહ પરમારે ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે, પહેલા જમાનો હતો કે રાજાનો દીકરો રાજા થતો, આ સમયમાં થતી લડાઈમાં રાજ સત્તાઓ બદલાતી હતી. અત્યારે રક્તનું ટીપું ના પડ્યું હોય અને આખી સત્તા બદલાય એનું નામ લોકશાહી છે. રાજનીતિ એ સેવાનો વિષય છે,આઝાદીની લડાઈ ચાલતી ત્યારે હેતુ એક હતો. નેશન ફર્સ્ટ. જે કાર્યકર્તા પ્રજા સાથેનો નાતો તૂટી જાય છે. હું નેતા પણ કોના નેતા એતો કહો? આ મંચ આ રાષ્ટ્રવાદી મંચની ઉપર એવો શું કામ આપણો સમય વેડફી નાંખીએ જેટલો સમય આપણે રાષ્ટ્રનિર્માણ માટે વાપરી શકીએ. મારા 37 વર્ષ અને અનેક કાર્યકર્તાઓએ ખૂબ લોહી રેડ્યું છે. એવા કાર્યકર્તાઓને લઈને આપની સમક્ષ આવ્યો છું.જે ત્રુટીઓ છે એ પુરવા આવ્યો છું. એની ખાતરી આપું છું. બાપુએ પોતાના ભાષણના અંતે એક શાયરી પણ કહી હતી કે, અબ તો તૂફાન હી કરેલા ફેંસલા રોશની કા, દિયા વહીં જલેગા જીસમે દમ હોગા. જુઓ સંપૂર્ણ સ્પીચ :

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, જયરાજસિંહ આજે ભાજપ પર વિશ્વાસ મૂકીને 37 વર્ષની કારકિર્દી છોડીભાજપમાં જોડાયા છે.કોઈ એક પાર્ટીનો કાર્યકર્તા પ્રવક્તા હોય તેને એવું લાગે કે તે રેતીમાં વહાણ ચલાવી રહ્યો છે તેનાથી નિરાશા જન્મે છે.નક્કી કર્યું હતું કે કોગેસમાંથી કોઈને લાવવા નહિ.હું લેવા નથી ગયો, મને જયરાજ મળ્યાં. અમારા બીજા નેતાઓએ કહ્યું કે આપણે તેમને લેવા જોઈએ.મેં તેમને પૂછ્યું કોઈ એપક્ષા છે તો તેમણે ચૂંટણી લડવામાં રસ નથી એવું જણાવ્યું હતું. હવે તેમના માટે પાર્ટી નક્કી કરશે તેમને શુ જવાબદારી આપવી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું કે, જયરાજસિંહ રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સંકળાયેલા છે. તેઓ પ્રજાની વેદનાને સારી રીતે સમજી શકે છે. અમે પ્રજા સાથે સંકળાયેલા નેતાઓનું સ્વાગત કરીએ છીએ.અમારી પાર્ટીમાં પરિવારવાદ ચાલતો નથી.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share