India

પાકિસ્તાનનું કાવતરૂ નિષ્ફળ : સાંબામાં BSF જવાનોએ 3 ઘૂષણખોરોને કર્યા ઠાર, 36 કિલો ડ્રગ્સ મળી આવ્યું

BSFએ કહ્યું કે સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે રાત્રે જવાનોની નજરથી બચીને ત્રણ ઘૂસણખોરો ભારતીય બાજુમાં આવી રહ્યા હતા. સૈનિકોએ ઘૂસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ રોકાયા નહીં અને આગળ વધતા રહ્યા, ત્યારબાદ સૈનિકોએ મોરચો સંભાળ્યો અને ત્રણેયને ઢાળી દીધા.

જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા છે. જવાનોએ તેમની પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ પણ જપ્ત કર્યું હતું.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) એ જણાવ્યું કે સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર રાત્રે ત્રણ ઘૂસણખોરો અહીં આવી રહ્યા હતા, જે જવાનોની નજરથી બચી ગયા હતા. જ્યારે સૈનિકોએ તેમને જોયા તો તેઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઘુસણખોરો રોકાયા નહીં અને આગળ વધ્યા. જે બાદ જવાનોએ તેમના પર ગોળીબાર કરીને ત્રણેય ઘૂસણખોરોને ઠાર માર્યા હતા. તલાશી લેતા તેમની પાસેથી 36 કિલો ડ્રગ્સ મળી આવ્યું હતું. વધુ તપાસ હાથ ધરી છે.

હેરોઈનના 36 પેકેટ જપ્ત

બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ એસ. પી.એસ સંધુએ કહ્યું કે સૈનિકોએ લગભગ 2.30 વાગ્યે તસ્કરોની ગતિવિધિઓ જોઈ. જે બાદ ગોળીબારમાં ઘૂસણખોરો માર્યા ગયા હતા. સ્થળ પરથી ડ્રગ્સના 36 પેકેટ મળી આવ્યા છે, જેમાં હેરોઈન હોવાની આશંકા હતી.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share