India

દેશનું એક એવું રેલવે સ્ટેશન કે જ્યાં સ્ટેશન માસ્ટરથી સુરક્ષા ગાર્ડ સુધીની તમામ જવાબદારીઓ સાંભળે છે મહિલાઓ

Listen Article
Getting your Trinity Audio player ready...

વર્તમાન સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષોની સાથે કદમ મિલાવીને ચાલી રહી છે. સંસદ સુધી મહિલાઓ પુરુષોની સાથે જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય એવી જગ્યા વિશે વિચાર્યું છે જેની બધી જ જવાબદારી સંપૂર્ણ રીતે મહિલાઓ પર હોય ?

જી હા આપણા દેશમાં એક એવી જગ્યા છે જેની બધી જ જવાબદારીઓ મહિલા પર છે.

આ જગ્યા અન્ય કોઈ નહીં પરંતુ મધ્ય રેલવે સ્ટેશનનો માટુંગા રેલ્વે સ્ટેશન છે. આ રેલ્વે સ્ટેશનને પિંક રેલ્વે સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે ભારતીય રેલવે દુનિયાનું ચોથા ક્રમનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં કુલ આઠ 8338 રેલ્વે સ્ટેશન છે. જ્યાંથી ટ્રેનની અવરજવર થાય છે. સાથે જ ટિકિટ અને રેલ્વે રિઝર્વેશન જેવા કામ પણ અહીંથી થાય છે.

આ બધા કામો માટે રેલવે સ્ટેશન પર કર્મચારીઓની જરૂર હોય છે. અને માટુંગા રેલવે સ્ટેશન એવું છે જ્યાં બધા જ કામ માટે મહિલા સ્ટાફ ફરજ પર છે. આ રીતે આ રેલવે સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે.

આપને જણાવી દઈએ કે આ દેશનું પહેલું રેલ્વે સ્ટેશન છે જે મહિલાઓ દ્વારા સંચાલિત થાય છે. આ ખાસિયતોના કારણે તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચૂક્યું છે. આ રેલ્વે સ્ટેશન વર્ષ 2017 ના જુલાઈ માસથી માત્ર મહિલાઓથી સંચાલિત થઈ રહ્યું છે. આ રેલવે સ્ટેશન પર 41 મહિલા કર્મચારી ફરજ પર છે. જેમાંથી 17 મહિલાને ઓપરેશન અને કોમર્શિયલ વિભાગ, 6 રેલ્વે પ્રોટેકશન ફોર્સ, 8 ટીકીટ ચેકિંગ, 2 અનાઉંસેર, 2 સંરક્ષણ સ્ટાફ અને 5 ને અન્ય જગ્યાએ તેનાત કરવામાં આવ્યા છે.

માટુંગા રેલવે સ્ટેશન મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્ક માં આવે છે. વર્ષ 2017 ના જુલાઈ મહિનાથી સેન્ટ્રલ રેલવે ની તરફથી આ રેલ્વે સ્ટેશનમાં બધા જ કર્મચારી તરીકે મહિલાઓને તૈનાત કરાઇ છે. આ રેલવે સ્ટેશન પર માત્ર મહિલાઓ જ કામ કરતી હોવાથી વર્ષ 2018 માં તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.

આ રેલવે સ્ટેશન પર યાત્રીઓ તેમજ રેલ્વે ની સંપત્તિની સુરક્ષાની જવાબદારી પણ મહિલાઓને આપવામાં આવી છે. અહીં રેલવે પોલીસ ફોર્સની તરફથી માત્ર મહિલા કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવી છે. આરપીએફની મહિલા કર્મચારી 24 કલાક સ્ટેશન પર સુરક્ષા માટે તૈનાત રહે છે.ગુલાબી રંગ મહિલાઓને વધારે પ્રિય હોય છે તેથી માટુંગા રેલવે સ્ટેશનને ગુલાબી રંગથી રંગવામાં આવ્યું છે. આ ઉપરાંત લિઓ ક્લબ ઓફ ખાલસા કોલેજ અને અન્ય સંસ્થાના સહયોગથી સ્ટેશન ની દીવાલો સહિત સંપૂર્ણ પરિસરમાં છાત્રોએ સુંદર પેન્ટિંગ પણ બનાવી છે. આ વિસ્તારને મુંબઈનું એજ્યુકેશન હબ પણ માનવામાં આવે છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share