ghee rice recipe
Lifestyle

વજન અને પેટ ઘટાડવું છે તો લંચ અથવા ડીનરમાં ખાઓ ઘી-ભાત,જાણો તેના ફાયદા

ફિટ રહેવા માટે એક્સરસાઇઝ તો શરૂ કરી દીધી છે, પરંતુ જે હેલ્ધી હોય અને જે બનાવવા અને ખાવામાં વધારે મહેનત ન કરવી પડે એવા ડાયટમાં શું લેવું… તે આજે તમને જણાવવાના છીએ. નોકરીયાતો માટે આ શ્રેષ્ઠ રેસિપી છે.

ઘી- ભાત
જી હાં, અમે વાત કરી રહ્યા છીએ ઘી અને ચોખા વિશે, જેને આજે પણ ઘણા લોકો ખાતા હશે, પરંતુ શું તમે તેના ફાયદાઓથી વાકેફ છો. જો નહીં, તો અમે અહીં તેના ફાયદાઓ વિશે અને તેને બનાવવાની સરળ રીત વિશે જણાવીશું. આ દેશી અને સાદા ખોરાકને તમારા આહારમાં સામેલ કરીને તમે વજન અને પેટ બંનેને ખૂબ જ સરળતાથી ઘટાડી શકો છો.
દેશી ઘી અને ચોખા બંને શાકાહારીઓ માટે પ્રોટીનના સારા સ્ત્રોત છે. આમ તો તેને આ રીતે ખાવું ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો તેને વધુ હેલ્ધી બનાવવા હોય તો તમે શાકભાજીને ઉકાળીને તેને હળવા શેકીને ઉમેરી શકો છો અથવા તેને દાળ સાથે પણ ખાઈ શકો છો.

ચોખા અને દેશી ઘીનું યોગ્ય માત્રામાં સેવન કરવાથી પાચન બરાબર રહે છે, કબજિયાતની સમસ્યા થતી નથી. ઘીના સેવનથી શરીરમાં રહેલી ગંદકી પણ સરળતાથી દૂર થઈ જાય છે. આ જ ચોખા પ્રીબાયોટિક તરીકે કામ કરે છે. તે પેટમાં સારા બેક્ટેરિયાને વધારવામાં મદદ કરે છે.
ઘીમાં રહેલા ફેટી એસિડ્સ માત્ર ચયાપચયને યોગ્ય જ નથી રાખતા પરંતુ બ્લડ સુગર લેવલને પણ નિયંત્રણમાં રાખે છે. તેમાં લિનોલેનિક એસિડ પણ હોય છે જે કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓની શક્યતા ઘટાડે છે.

સૌથી મહત્વની વાત એ છે કે ચોખા અને ઘી બંને પ્રોટીનથી ભરપૂર હોય છે, તેથી જે લોકો વજન ઓછું કરવા માગે છે તેમણે રાત્રિભોજન અથવા લંચમાં માત્ર ઘી-ભાત જ ખાવા જોઈએ કારણ કે તેનાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. વારંવાર કંઈક ખાવાનું મન ન થાય, જે વજન અને પેટ બંને વધવાનું મોટું કારણ છે. આ વાનગીના ફાયદા ઘણા છે, પરંતુ તે બનાવવી પણ ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ તેની ઝડપી રેસિપી :


ઘી- ચોખા કેવી રીતે બનાવશો

સૌ પ્રથમ ચોખાને સારી રીતે શેકી લો. કૂકરનું પ્રેશર પોતાની મેળે છૂટી જવા દો. ત્યાં સુધી એક તવાને ગરમ કરવા રાખો, તે ગરમ થાય એટલે તેમાં બે ચમચી ઘી નાખો. જીરું અને લીલાં મરચાંને સાંતળો. ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી નાખીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. જો ડુંગળી સારી રીતે તળેલી હોય તેમાં રાંધેલા ચોખા અને મીઠું ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ઉપર ઝીણી સમારેલી કોથમીર ઉમેરીને ગરમા-ગરમ સર્વ કરો. તેનો સ્વાદ વધારવા માટે તમે લીલા ધાણા સાથે તળેલા કાજુ, બદામ પણ ઉમેરી શકો છો.

બીજી સરળ રીત એ છે કે રાંધેલા ગરમ ભાતને પ્લેટ અથવા બાઉલમાં કાઢી લો. તેના ઉપર ઘી રેડો, મીઠું છાંટવું, બધું બરાબર મિક્સ કરો અને પછી ખાઓ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share