Lifestyle

નવા વર્ષનો સંકલ્પ : સંબંધને બનાવવો છે ખુશહાલ તો કરી લો આ 5 સંકલ્પ

નવા વર્ષ આવતા જ લોકો જાતજાતના સંકલ્પ લેવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે આ સંકલ્પ પૈસા, કારકિર્દી, ફીટનેસથી જોડાયેલા હોય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા સંબંધોને પણ એક સંકલ્પની જરૂર છે. ભલે તમે તમારા પાર્ટનર સાથે ખુશ હો પણ તમારા સંબંધને વધુ બહેતર બનાવવાની કોશિશ હંમેશા કરવી જોઇએ. નવા વર્ષમાં તમે તમારા રિલેશનશીપમાં એક નવી ઉર્જા નાખી શકો છો. આનાથી તમારા સંબંધો લાંબા અને ખુશહાલ બન્યું રહેશે.

શારીરીક નજદીકી અનિવાર્ય

રિલેશન એક્સપ્રટનું માનવું છે કે દરેક કપલે ન્યુ યર પર એ નક્કી કરવું જોઇએ કે તેમણે તેમની સેક્સ લાઇફને વધુ બેહતર બનાવવું જોઇએ. રિલેશનશિપમાં ફિઝીકલ ઇંટીમસી તમારી પ્રાથમિકતા હોવી જોઇએ કારણકે કમીને કારણે રિલેશન હંમેશા કંટાળાજનક થઇ જતા હોય છે. એક્સપર્ટનું માનવું છે કે તમે કેટલાયે વ્યસ્ત કેમ ન હોવ પણ અઠવાડિયામાં બે દિવસ આના માટે જરૂર સમય નીકાળો. રેગ્યુલર સેક્સ શિડ્યુલ રિલેશનની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

પાર્ટનરનો સ્વીકાર કરો

2022ના આ વર્ષંમાં પોતાના પાર્ટનરમાં બદલાવ લાવવાની કોશિશ બંધ કરી દો. તે જેવા છે તેવા તેમનો સ્વીકાર કરો અને ન થઇ શકે તો એમનાથી અલગ થઇ જાવ. રિલેશનમાં એકબીજાને માફ કરવાની સ્કીલ હોવી જોઇએ જે સામાન્ય રીતે લોકો ભુલી જતા હોય છે. એક્સપર્ટનું માનવું છે કે પોતાના પાર્ટનરને જેવા છે તેવા જ સ્વીકારી લેવા જોઇએ, ના કે તેમને બદલવાનો પ્રયાસ કરવો જોઇએ.

સંબંધમાં પોતાની ભૂમિકા ઓળખો

સામાન્ય રીતે કપલ્સમાં અમુક સમય સુધી સાથે રહ્યા બાદ જીવન એકદમ રૂટીન બની જતુ હોય છે. દિવસના કામ પણ એક ચોક્કસ ઘરેડમાં બંધાઇ જાય છે. જો રીલેશનશીપમાં તાજગી ઇચ્છો છો તો એક જ પ્રકારના રૂટીનમાં ન બંધાવ. પોતાની દિનચર્યામાં વહેંચેલા કામમાં પણ ફેરફાર કરો. ક્યારેક જીવનમાં આવેલી આ નવીનતા જ તમને અને તમારા સંબંધોને તાજગી આપે છે.

ઝઘડાને પતાવવાની ટેક્નીક શીખો

કોઇપણ સંબંધમાં ઉતાર ચઢાવ આવ્યા કરે છે. રીલેશનશીપમાં ઝઘડા થવા સામાન્ય બાબત છે પણ તે ઝઘડાને પતાવવાની ટેક્નીક તમારે શીખવી જોઇએ. ઝઘડાને પતાવીને તેની કડવાશ જો મનમાંથી કાઢવાની ટેક્નીક જો તમે શીખી જાવ તો જીવન વધુ સરળ બની જશે. ધ્યાન, યોગ, મેડિટેશનને તમારા જીવનનો એક અભિન્ન ભાગ બનાવી દો.

આમ નવા વર્ષે જો આ પાંચ સંકલ્પ લઇને તેનું પાલન કરશો તો તમે તમારા સંબંધને ગાઢ અને નવપલ્લવિત બનાવી શકશો.

માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો

જો તમે પોતે માનસિક રીતે સ્વસ્થ હશો તો જ તમે પોતાના સંબંધને વધુ મજબૂત રાખી શકો છો. તો આ નવા વર્ષે પોતાના રીલેશનને વધુ ખુશહાલ બનાવવા માટે માનસિક સ્વાસ્થ્ય પર ભાર આપો. જો તમે પોતે ખુશ હશો તો જ તમે તમારા પાર્ટનરને ખુશ રાકી શકશો.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share