rita bahuguna joshi
India

રીટા બહુગુણાએ કહ્યું, દીકરાને ટિકીટ આપે તો સંસદ પદ છોડવા તૈયાર

પ્રયાગરાજના સાંસદ રીટા બહુગુણા જોશી લખનઉ કેંટ સીટથી પોતાના દિકરા મયંક જોષીને ચૂંટણી લડાવવા માંગે છે. રીટા બહુગુણા જોષી આ બેઠક પરથી બે વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને હવે આ બેઠક પરથી પોતાના દીકરાને ધારાસભ્ય બનાવવા માંગે છે.
ઉત્તર પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તેવામાં પક્ષપલટાની પણ મોસમ ઉત્તરપ્રદેશમાં ખીલી છે અને વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીના અનેક નેતા પક્ષપલટો કરી ચુક્યા છે તેવામાં બીજેપી સાંસદ રીટા બહુગુણા જોષી પણ નારાજ હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બધા અહેવાલોની વચ્ચે રીટા બહુગુણાની પ્રતિક્રિયા પણ આવી રહી છે સામે તેઓએ કહ્યું કે મારો પુત્ર 12 વર્ષથી બીજેપીમાં કામ કરે છે અને એટલે તે ટિકીટનો પણ દાવેદાર છે. તેમણે તેમના પુત્ર માટે લખનઉ કેંટથી ટિકીટની માંગણી કરી છે. તેમણે કહ્યું કે જો પાર્ટી તેમના પુત્રને ટિકીટ આપે છે તો તેઓ સાંસદ પદથી રાજીનામુ આપવા માટે તૈયાર છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે તેમણે આ વાત બીજેપી નેતૃત્વને પણ જણાવી છે. રીટા જોષીએ કહ્યું કે, જો પાર્ટીએ નિયમ બનાવ્યો છે અને એક પરિવારમાંથી એકજ વ્યક્તિને ટિકીટ આપવાનું નક્કી કર્યું છે તો હું સાંસદ પદથી રાજીનામુ આપવા તૈયાર છુ. સાથે જ કહ્યું કે તેઓ 2024માં લોકસભા ચૂંટણી પણ નહીં લડે, તેનું તેઓ પહેલા જ એલાન કરી ચુક્યા છે.

અનેક સાંસદ પોતાના પરિવાર માટે માંગી રહ્યા છે ટિકીટ

બીજેપીમાં અનેક સાંસદ છે જે પોતાની રાજકીય વિરાસતને આગળ વધારવા માટે પોતાના દિકરા દિકરીઓને ચૂંટણી જંગમાં ઉતારવા માંગે છે. પ્રયાગરાદના સાંસદ રીટા બહુગુણા લખનઉ કેંટ બેઠક પરથી પોતાના પુત્ર મયંક જોષીને લડાવવા માંગે છે, રીટા બહુગુણા આ બેઠકથી 2 વખત ધારાસભ્ય રહી ચુક્યા છે અને હવે પોતાના દિકરાને ત્યાંથી ધારાસભ્ય બનાવવા માંગે છે.
આ સિવાય સલેમપુર લોકસભા સાંસદ રવીન્દ્ર કુશવાહા પોતાના નાના ભાઇ જયનાથ કુશવાહાને ભાટપારરાની વિધાનસભા બેઠક માટે દાવેદારી કરાવવા માંગે છે. કાનપુર નગરથી બીજેપીના સાંસદ સત્યદેવ પચૌરી પોતાના પુત્ર અનુપ પચૌરી માટે કાનપુરની ગોવિંદનગર સીટ માટે ટિકીટ માંગી રહ્યા છે. રાજનાથસિંહના નાના પુત્ર નીરજ સિંહ પણ લખનઉ કેંટ અને ઉત્તરી વિધાનસભા બેઠક માટે દાવેદારી કરી રહ્યા છે. આ તરફ લખનઉની મોહનલાલગંજ સીટથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર પોતાના પુત્ર વિકાસ કિશોર માટે મહિલાબાદ અને બીજા દિકરા માટે પ્રભાત કિશોર માટે સીતાપુરની સિધૌલી બેઠક માટે ટિકીટ ઇચ્છી રહ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share