પાકેલા કેળા
Lifestyle

પાકેલું કેળું તમારી ત્વચાનો વધારશે ગ્લો, જાણો કેવી રીતે ?

કેળા દરેક સિઝનમાં ફાયદાકારક છે. શિયાળામાં પણ તેને ખાવાથી કોઈ નુકસાન નથી થતું. જો તમને શરદી-ઉધરસ છે તો વધારે કેળા ન ખાવા. આ એક એવું ફળ છે જે શરીરમાં આયર્ન અને કેલ્શિયમની ઊણપને પૂરી કરે છે સાથે જ કાર્બોહાઈડ્રેટની ઊણપ પૂરી કરીને શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે.  કેળા એક એવું ફળ છે કે જે દરેક ઋતુઓમાં મળે અને ફાયદાકારક રહે. તેને ખાવાથી નુકસાન બહુ ઓછું થાય છે અને સામે ફાયદા અનેકગણા વધારે થાય છે.

કેવી રીતે જાણવું કે કેળું પ્રાકૃતિક રીતે પાકેલું છે

કેળા જેટલા નેચરલ રીતે પાકેલા હોય છે એટલા વધુ ફાયદાકારક હોય છે. અત્યારે માર્કેટમાં કાર્બાઈડથી પાકેલા ફળ પણ મળે છે જે સ્વાસ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે. જે કેળાની છાલ પર થોડા કાળા ડાઘા હોય છે તે કાર્બાઈડ વગર પાકેલા હોય છે. જે કેળા એકદમ પીળા દેખાય છે અને તેના પર કોઈ કાળા ડાઘ નથી હોતા તે કેમિકલથી પાકેલા હોય શકે છે. આવા કેળા ખાવાથી પેટમાં મરડો, ગેસની સમસ્યા થઈ શકે છે. પાકેલા કેળા કાર્બોહાઈડ્રેટ્સનો સારો સ્રોત છે. સાથે જ ઈમ્યુનિટીને પણ મજબૂત કરે છે. બાળકોને લૂઝ મોશન થવા પર કેળું ખવડાવવાથી ફાયદો થાય છે.

આ સિઝનમાં કેળા ખાવાના ફાયદા

કેળા દરેક સિઝનમાં ફાયદાકારક હોય છે. અહીં તેના કેટલાક ફાયદા જણાવવામાં આવ્યા છે.

બ્લડ સર્ક્યુલેશનનો સારો સ્રોત

કેળામાં આયર્નની માત્રા સારી હોય છે. તેની ઓળખ એ છે કે જ્યારે કેળાની છાલ કાઢીને તેને રાખવામાં આવે છે તો તે કાળા પડી જાય છે. આયર્ન બ્લડ સર્ક્યુલેશનમાં મદદ કરે છે. બીપી કંટ્રોલમાં રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

નેચરલ રીતે પાકેલા કેળામાં માઈક્રો ન્યુટ્રીઅન્ટ હોય છે જે ચહેરા માટે ફાયદાકારક હોય છે. આ કેળાથી બનેલો ફેસપેક ચહેરાનો ગ્લો વધારે છે.

હાડકાને મજબૂત બનાવે છે

શિયાળાની સિઝનમાં હાડકા સાથે સંબંધિત સમસ્યા વધી જાય છે. પરંતુ કેળામાં કેલ્શિયમનું પ્રમાણ સારું હોય છે જે હાડકા માટે ફાયદાકારક છે. તેમાં મેગ્નેશિયમ, ફોલેટ અને B6 પણ હોય છે. એકંદરે, કેળા એ મિનરલ્સ અને વિટામિનનો સારો સ્રોત હોય છે.

ઊંઘમાં મદદ કરે છે

રાત્રે ઊંઘ ન આવતી હોય તો તમે સાંજની એક્સર્સાઈઝ બાદ એક કેળું ખાઈ શકો છો. કેળામાં પોટેશિયમ હોવાથી મસલ્સને રિલેક્સ કરે છે જેનાથી સારી ઊંઘ આવે છે.

હૃદયને સ્વસ્થ રાખે છે

કેળામાં ફાઈબરની માત્રા સારી હોય છે અને ફાઈબર હૃદય માટે ફાયદાકારક છે. તેને ખાવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે જેનાથી હૃદય પણ સ્વસ્થ રહે છે. તેમાં પોટેશિયમ હાર્ટ બીટને રેગ્યુલેટ કરે છે.

સાવધાની

શરદી-ઉધરસની સમસ્યા હોય તે લોકોએ વધારે કેળા ન ખાવા. તેનાથી સમસ્યા વધી શકે છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share