Gujarati News Channels Anchors
Entertainment

ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર્સ સોશિયલ મીડિયામાં પણ છવાયા…

સમાચારોની દુનિયા એટલે સતત ખબરોની દુનિયા, તેમાં પણ ન્યુઝ ચેનલ્સમાં કામ કરતા લોકો તો સતત સમાચારોની દુનિયામાં જોડાયેલા રહેવા માટે, પોતાની જાતને અપડેટ્સ રાખવા માટે તેમાં ડુબેલા રહે છે. ક્યારે કઇ ધટના બની તેની ન માત્ર સાંપ્રત સ્થિતિ પણ તેની સાથે જોડાયેલા જુના સંદર્ભો અને તેની આગામી અસરો પર પણ તેમણે સતત નજર રાખવાની હોય છે. તેમાં પણ આજે તો વાત કરવી છે સમાચારોની દુનિયાના ચહેરાઓની.

એક સમય હતો કે ગુજરાતી સમાચારો માટે માત્ર દુરદર્શન પર આધારિત રહેવુ પડતુ હતુ. હવે ઘીરે ઘીરે તેનો વ્યાપ વધ્યો છે અને ગુજરાતમાં અનેક ન્યુઝ ચેનલ્સ એક બાદ એક આવી છે અને ગુજરાતના લોકોને પોતાની ભાષામાં સમાચારો જોવા માટે અનેક વિકલ્પો હવે મળી રહે છે.

હિન્દી ચેનલ્સના સમાચાર વાચકોની જેમ અનેક ગુજરાતી સમાચાર વાચકોએ પોતાની એક આગવી ઓળખાણ તો બનાવી છે પણ આપણે આજે કોણ બહેતર કે કોણ નંબર વનની પળોજણમાં નથી પડવા માંગતા. ટીવીના પડદે ધીર ગંભીર દેખાતા આ ચહેરા જે ગુજરાતની એક ઓળખ બન્યા છે તે ચહેરાઓ તેમની આ સાવ ગંભીર દેખાતી અને ગંભીરતાથી નિભાવવી પડતી કારકિર્દીની સાથે સાથે પોતાના શોખને પણ જીવંત રાખતા હોય છે.

વધતા સોશિયલ મીડિયાના વ્યાપમાં આ ગુજરાતી એન્કર્સે તેમની એક અલગ છાપ અને એક અલગ ઓળખાણ બનાવી લીધી છે. આજકાલ રીલ્સનું ધેલુ આખા વિશ્વને લાગ્યું છે તેમાં આ ગુજરાતના નામી અનામી ચહેરા પણ બાકાત કેમ રહે? રીલ્સના શોખીન ઘણા એન્કર્સ પણ છે પણ તેમની રીલ્સ જોઇને ક્યારેક લાગે છે કે તેઓ તેમાં પણ ક્યારેક પોતાની આગવી છાપ છોડે છે, કેવા ક્રિએટીવ છે આપણા ગુજરાતી એન્કર્સ આજે તમને તેની ઝલક બતાવીશું.

જયેશ ચૌધરી

જયેશ ચૌધરી જેને ગુજરાતી મીડિયા જેડીના નામે ઓળખે છે તેણે સોશિયલ મીડિયામાં અનેક ફોલોવર્સ તો મેળવ્યા છે સાથે જ તેણે પોતાની એક આગવી શૈલીમાં રીલ્સ બનાવી એક અલગ ઓળખાણ પણ બનાવી છે.

સંધ્યા પંચાલ

ગુજરાતી મીડિયાની વાત આવે એટલે સંધ્યા પંચાલનું નામ પ્રથમ હરોળમાં લેવાય જ. સંધ્યા પંચાલને ટીવીના પડદા પર ખુબ ધીર ગંભીર રીતે જોવા લોકો ટેવાયેલા છે પણ સોશિયલ મિડીયાની રીલ્સમાં સંધ્યાનું અલગ જ રૂપ જોવા મળે છે, સોશિયલ મીડિયામાં સતત એક્ટીવ રહેતી સંધ્યાને લોકો રીલ્સમા પણ ખુબ પસંદ કરે છે.

તોરલ કવિ

તોરલ કવિ ગુજરાતી મીડિયાનું એવુ નામ જેને લગભગ દર્શકોએ ગંભીર અથવા આક્રમક રૂપમા જ જોયા હશે, તોરલ પણ સોશિયલ મીડિયામાં સતત એક્ટીવ તો રહે જ છે પણ રીલ્સમાં તો એક અલગ જ તોરલ જોવા મળે છે. સાથે જ પોતાના ઉપનામને સાર્થક કરતા જાણે તે પોતાની લખાણને રીલ્સમાં સુંદર રીતે વણી લે છે.

જુહી પટેલ

ગુજરાતી ચેનલ્સમાં પોતાનું નક્કી સ્થાન બનાવવામાં આ ચહેરો પણ સફળ રહ્યો છે. પોતાના સંઘર્ષથી આત્મબળે પોતાની જગ્યા બનાવનાર જુહી પટેલ પણ સોશિયલ મીડિયામાં લોકપ્રિય નામ બની ચુક્યા છે.

નિધિ પટેલ

સ્ક્રીન પર જેટલી ગંભીરતાથી ન્યૂઝ પ્રઝેન્ટ કરી લોકોની વાતોને, સમસ્યાઓને ટ્વીટર પર જવાબ આપે છે તેનાથી વધારે તેઓ સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર નિખાલસ અંદાજમાં જોવા માટે મળે છે.

હિના પંચાલ

હિનાનું જેટલું સ્ક્રીન પર પાવરફૂલ પરફોર્મન્સ છે એટલો જ તે પોતાની રીલ્સમાં જાદુ ફેલાવતી નજરે પડે છે. હિના સાથે ઘણીવાર તેમના બહેન સંધ્યા પણ રીલ્સમાં જોવા મળતા હોય છે.

ખ્યાતિ ઠક્કર

ખ્યાતિની રિલ્સમાં હમેશા મા દીકરીનો પ્રેમ દેખાય છે. ખાસ એક વાત કહું કરીને જે મુદ્દાઓ આવરી લે છે તે લોકોના હૃદય સુધી પહોંચતા હોય છે.

ઝરણાં રાજ્યગુરુ

ઝરણાં પોતાની સુંદરતાનો જેટલો જલવો સ્ક્રીન પર ફેલાવે છે તેનાથી વધારે ઇન્સ્ટાગ્રામ પર ફેલાવતી નજરે પડે છે.

મિથુન ખમ્બેટે

મિથુન તો મૂળ રંગભૂમિનો માણસ, કોલેજ કાળમાં અઢળક નાટકોમાં ભાગ લેતો અને પોતાની કળા પ્રદર્શિત કરો. રેડિયો જોકી પછી તેણે 11 વર્ષથી વધારે એન્કરીંગમાં વિતાવ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ આવ્યા બાદ તેનામાં રહેલો અભિનેતા ફરીથી જાગી ગયો છે અને હવે તે રીલ્સમાં નજરે પડતો દેખાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share