bhakti kubavat gangubai look
Entertainment Gujarat

જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતે ગંગુબાઈ કાઠીયાવાડીનો લૂક રીક્રિએટ કર્યો

ગુજરાતની જાણીતી અભિનેત્રી ભક્તિ કુબાવતે તાજેતરમાં આલિયા ભટ્ટની આવેલી ફિલ્મ “ગંગુબાઈ કાઠીયાવાડી”નો લૂક ક્રિએટ કર્યો છે. ભક્તિ કુબાવતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ગંગુબાઈ કાઠીયાવાડી લૂક ક્રિએટ કરતી તસવીરો શેર કરી હતી.

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રી ભક્તિ કુબાવત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ જોવા માટે મળતી હોય છે. . ભક્તિ સોશિયલ મીડિયા પર પોતાના જુદા જુદા લૂકના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે.

May be an image of 1 person

નોંધનીય છે કે, ભક્તિ કુબાવત પેલા અઢી અક્ષર, હુ તુ તુ, વિટામીન શી જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.ભક્તિ ટ્રાવેલિંગની પણ શોખીન છે. વિદેશ ફરવા દરમિયાન તે મોટા ભાગે વેસ્ટર્ન આઉટફિટમાં જ જોવા મળે છે. 

May be an image of 1 person

ભક્તિ કુબાવત મૂળ ગુજરાતી છે, પરંતુ તે તાન્ઝાનિયામાં મોટી થઈ છે. તેણે ગ્રેજ્યુએશની ડિગ્રી બેંગ્લોરમાંથી મેળવી છે. ભક્તિ કુબાવત બેંગ્લોરમાં ભણતી હતી, ત્યારે જ તેને મોડેલિંગની પહેલી ઓફર મળી હતી. ભક્તિએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક એડ ઉપરાંત અનેક મોડલિંગ અસાઇમેન્ટ પણ કર્યા છે.

ભક્તિ કુબાવતને ફેમીના મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન મળ્યું હતું તેમજ તે જાણીતી ચેનલ એમટીવીના રિયાલિટી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલમાં પણ તેણે ભાગ લીધો હતો.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share