Gujarat

ગુજરાતનું ગૌરવ : મહેસાણાની તસમીન મીર બેડમિન્ટન જુનિયર ગર્લ્સ રેન્કિંગમાં વિશ્વમાં પ્રથમ

મહેસાણાની તસનીમ મીરે ન માત્ર ગુજરાતનું પણ આખા દેશનું નામ વિશ્વમાં ગુંજતુ કર્યું છે. અન્ડર 19 ગર્લ્સમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ ક્રમાંકે પહોંચી છે. 16 વર્ષીય તસનીમ અંડર 19 વર્લ્ડ નંબર 1 બનનારી પ્રથમ ભારતીય ખેલાડી બની છે. તસનીમ મીરે જુનિયર ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં જીત હાંસિલ કરી હતી, જેમાં 2021માં તસનીમને ત્રણ ટુર્નામેન્ટમાં જીત મળી હતી અને તેને કારણે આ સ્થાન સુધી પહોંચી શકી હતી. તસનીમની આ જીત પર ન માત્ર તેનો પરિવાર પણ આખુ મહેસાણા ખુશ થયું હતુ.

તસનીમની સફર આસાન નહોતી

તસનીમના પિતાએ જણાવ્યું હતું કે તસનીમ માત્ર 6 વર્ષની હતી ત્યારથી જ બેડમિન્ટન રમતી હતી અને તેને ધીરે ધીરે આ રમતમાં રૂચિ કેળવાતી ગઇ હતી. પણ આ રમતને આગળ શીખવા માટે ખૂબ ખર્ચ પણ આવતો હતો અને સાથે જ તેના સંસાધનોમાં પણ ખૂબ ખર્ચ થતો હતો. એક સમય એવો આવ્યો હતો કે ખર્ચને ન પહોંચી વળાતા તસનીમને આ રમત છોડાવી દેવાનો પણ વિચાર આવી ગયો હતો પરંતુ એ સમયગાળા દરમિયાન મિત્રો અને મારા પર અધિકારી દ્વારા મને તસનીમની રમત ચાલુ રાખવા જણાવ્યું હતું. ત્યાર બાદ કેટલાક પરિચિતો દ્વારા મદદ મેળવી તેને વધુ આગળ રમવા મોકલી હતી.

બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી

નેશનલ અને આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં 6 વખત ચેમ્પિયન રહેલી મહેસાણાની 16 વર્ષીય ખેલાડી તસનીમ મીરની તાજેતરમાં ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ છે. ઇન્ડિયન સિનિયર બેડમિન્ટન ટીમમાં નાની વયે પસંદગી પામનારી પ્રથમ ગુજરાતી ખેલાડી છે.

પિતાએ જાતે ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું હતું

તસનીમના પિતા મહેસાણાના વણીકર ક્લબમાં બેડમિન્ટન રમવા જતા અને સાથે તસનીમને પણ લઇ જતા હતા, એ દરમિયાન તસનીમને બેડમિન્ટન રમતા જોઇ તેના પિતાને લાગ્યું કે તેનામાં આ રમતનું ટેલેન્ટ છે અને તેમણે તસનીમને ટ્રેનીંગ આપવાનું શરૂ કર્યું. તસનીમને 3 વર્ષ માટે હૈદરાબાદ ગોપીચંદના ટ્રેનીંગ સેન્ટર પણ વધુ ટ્રેનીંગ માટે મોકલવામાં આવી. હૈદરાબાદ પછી આસામમાં પણ તસનીમે બે વર્ષ ટ્રેનીંગ લીધી હતી.

માત્ર 6 વર્ષની ઉંમરે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી
તસનીમ મીરના પિતા ઈરફાન મીરે જણાવ્યું હતું કે તસનીમ જ્યારે છ વર્ષની હતી ત્યારથી તેણે બેડમિન્ટન રમવાની શરૂઆત કરી હતી. ધીમે ધીમે અભ્યાસની સાથે સાથે તેણે રમવાનું શરૂ કર્યું હતું. જોકે હાલ તે ખૂબ ઊંચા શિખરે પહોંચી છે અને મારા માટે એ ગર્વની વાત છે.

અલગ અલગ કેટેગરીમાં 22 વખત ચેમ્પિયન રહી
તસનીમ મીર અત્યારસુધીમાં અલગ અલગ કેટેગરીમાં કુલ 22 વખત ચેમ્પિયન રહી ચૂકી છે. બેવાર એશિયન ચેમ્પિયન બની છે. 2018ના ડબલ્સમાં ચેમ્પિયન થઈ અને 2019માં સિંગલમાં ચેમ્પિયન થઈ તેમજ વોર્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો છે.

તસનીમા પિતા પોલીસ ખાતામાં ASI

તસનીમ મીરના પરિવારમાં પિતા, માતા અને એક ભાઈ છે. માતા ગૃહિણી છે અને પિતા મહેસાણા પોલીસ ખાતામાં એ.એસ.આઇ તરીકે પોતાની ફરજ બજાવે છે. નાની વયે પોતાના પિતા કોચ બન્યા ત્યારે પિતા સાથે બેડમિન્ટનમાં તૈયાર થઈ, સતત પ્રેક્ટિસ અને દેશ-વિદેશની ટૂર્નામેન્ટોમાં રેન્કિંગ સાથે આગેકુચ કરતી તસનીમ મીરે હવે ભારતીય બેડમિન્ટન ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે સાઈના નેહવાલ સાથે રમશે.

મહેસાણાની આ દિકરીએ નાની ઉંમરમાં પોતાની ધગશને કારણે વિશ્વભરમાં કાઠુ કાઢ્યુ છે. સતત તે હજી પણ પોતાના મક્કમ મનોબળ સાથે આગળ વધી રહી છે. ત્યારે આપણે એજ શુભેચ્છાઓ આપીએ કે તસનીમ ખુબ આગળ વધે અને સફળતાની ક્ષિતિજો પાર કરે,

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share