દેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા માટે મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં આગામી બે દિવસ કડકડતી ઠંડી પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી 6 ફેબ્રુઆરીથી રાજ્યમાં ઠંડી વધશે અને પારો ત્રણથી ચાર ડિગ્રી ઘટી શકે છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ફરીથી ઠંડીનું પ્રમાણ વધવાની પુરી શક્યતા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડી વધવાની શક્યતાઓ વધી ગઈ છે. જેથી આગામી દિવસોમાં ઠંડી વધવાની પૂરી શક્યતાઓ છે.
રાજ્યમાં 6 ફેબ્રુઆરીના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેથી આગામી બે દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આગામી બે દિવસ સુધી દરિયામાં કાંઠે પણ પવન તેજ રહેવાની પૂરી શક્યતાઓ છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.