Gujarat HOI Exclusive

સરકારનો વિરોધ ‘આપ’ને પડ્યો ભારે !

ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા આયોજીત હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયા બાદ વિવાદ ગરમાતો જઇ રહ્યો હતો. પેપર લીક કાંડના પડઘા વિદ્યાર્થીઓથી લઇને રાજકીય પક્ષો પર પડ્યો તે આપણે છેલ્લા દિવસોના ઘટનાક્રમમાં જોઇ ચુક્યા છીએ.
સમગ્ર માનવો ગરમાયા બાદ, ૨૦ ડિસેમ્બરના રોજ ગુજરાત આપના નેતાઓ કાર્યકર્તાઓ ભાજપના ગાંધીનગર સ્થીત મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતે ધસી ગયા હતા. ગુજરાત આપના નેતાઓ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત કાર્યકર્તાઓનું ટોળુ ધસી ગયું અને ત્યારબાદ ત્યાં ઘર્ષણ થયુ હતુ. ત્યારબાદ આપના નેતાઓ સહિત ૫૦૦ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં છેડતી સહિતની ૧૮ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે પોલીસે ૯૩ લોકોની ધરપકડ પણ કરી હતી જેમાંથી કેટલાકને શરતી જામીન આપી દેવાયા હતા પણ ૬૪ લોકોને જામીન ન આપવામાં આવ્યા.
આપને જણાવીએ કે આ ઘટનાને ૧૦ દિવસનો સમય પસાર થઇ ચુક્યો છે અને આ ૬૪ લોકો ૧૦ દિવસથી જેલમાં બંધ છે. જેલમાં બંધ નેતાઓ સાથે તેમના પરિવારજનોએ મુલાકાત કરી પણ પાર્ટીના નેતાઓએ મુલાકાત કરી નથી.

આપના વકીલ અને સરકારી વકીલે સામસામે દલીલો રજૂ કરી હતી.

આપના વકીલે જામીન માટે દલીલ કરતા કહ્યું કે આ તમામ લોકો પોલીટીકલ એક્ટીવીસ્ટ છે, કોઇ ગુનેગાર નથી. ૫૦૦ લોકો પર એક સમાન કલમો લગાડવામાં આવી છે. જે લોકોના ગુનાહિત ઇતિહાસ બતાવવામાં આવ્યા છે તેમની સામે માત્ર રાજકીય ગુનાઓ જ છે. વકીલે સાથે કહ્યું કે જો શરતી જામીન આપવામાં આવશે તો તમામ શરતોનું પાલન કરવા તેઓ તૈયાર છે.

આ તરફ સરકારી વકીલે પણ ધારદાર દલીલો રજૂ કરતા કહ્યું કે આ આરોપીઓએ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. આરોપીઓની સામે મહિલાઓની છેડતીની પણ ફરિયાદ કરવામાં આવી છે. કોર્ટ પરિસરમાં જ્યારે તેમને રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમના દ્રારા નારેબાજી પણ કરવામાં આવી હતી જે કોર્ટનું અપમાન છે. ૬ આરોપીઓ સામે પહેલા પણ ફરિયાદો થયેલી છે એટલે આ બાબતને પણ ધ્યાને લેવી જોઇએ. સ્પેશિયલ પબ્લીક પ્રોસિક્યુટરે વધુમાં એ દલીલ પણ કરી કે આવનારા સમયમાં વાઇબ્રન્ટ સમીટ પણ છે અને આ તમામ લોકો કાયદો વ્યવસ્થાની સ્થિતી પણ ડહોળી શકે છે.

આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પર અનેક કલમો લાગુ કરવામાં આવી છે. રાજકીય ગલીયારીઓમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સત્તા સામે ઉઠાવેલા અવાજનો બદલો આપને મળી રહ્યો છે. ૧૦ દિવસનો સમય તો પસાર થઇ ચુક્યો છે અને હજી તેઓને જામીન મળ્યા નથી. ‘આપ’ને સરકારનો વિરોધ હજી કેટલા દિવસ જામીન માટે જોવડાવશે રાહ તે જોવુ રહ્યું.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share