પેપરલીક
Gujarat Main

પેપરલીક થવાનો સિલસિલો ક્યારે જઈને અટકશે?

પસંદગીની પ્રક્રિયા ‘પરિક્ષા’ નહીં પણ અલગ અને ખાસ છે !
આ ગૌણ સેવા પસંદગી મંડળ ‘સંસ્થા’ છે કે એક આભાસ છે ?

ગુજરાતમાં કૌભાંડ અને ગેરરીતિ જાણે કે એક સિક્કાની બે બાજુ જેવી બની ચુકી છે. ભરતીઓ અટકવી, પેપર લીક થવા ને ભરતીઓ થાય તો ભરતીઓ રદ્ થવી એ ખુબજ સામાન્ય બની ચુક્યુ છે. સરકારી નોકરી માટે વલખા મારતા યુવાઓની વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે, તેમનો આત્મવિશ્વાસ ડગી જાય છે અને તેઓ નિરાશામાં ધકેલાઇ જાય છે છતા તંત્રને રતીભર પણ ફરક પડતો નથી.

માત્ર 186 જગ્યાઓ માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા હેડ ક્લાર્કની લેખિત પરિક્ષા રવિવારે યોજાઇ હતી. માત્ર 186 જગ્યાઓ સામે 2 લાખ લોકોએ અરજી કરી હતી અને દોઢ લાખથી વધુ યુવાનોએ પરિક્ષા આપી હતી. પણ યુવરાજસિંહ જાડેજા દ્રારા આ પેપર લીક થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને કેટલાક પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા. કૌભાડને અંજામ આપતા એક દિવસ અગાઉ જ પેપર લીક કરવામાં આવ્યું હતું. યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પ્રાતિંજના ઉંછા સ્થીત ફાર્મ હાઉસમાં 16 વિદ્યાર્થીઓ હાજર હતા અને બે વ્યક્તિઓ દ્રારા 200 પ્રશ્નો સોલ્વ પણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ એવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી કે આ પેપર લીક થયા બાદ 70 થી 72 ઉમેદવારો પાસે પહોંચ્યુ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો. આ આક્ષેપની સાથે જ ગૌણ સેવા પસંદગી મંડળની કામગીરી સામે ફરીએકવાર સવાલો ઉઠ્યા છે.

 

આ સમગ્ર કૌભાંડના તાર સાબરકાંઠા સાથે જોડાયેલા હોવાની વાત પણ સામે આવી છે. આ આક્ષેપ બાદ મિડીયા દ્રારા અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા અને ત્યાર બાદ મોડે મોડે તંત્ર જાગ્યું અને તપાસ શરૂ કરવામાં આવી. આ સમગ્ર કૌભાંડમાં કેટલાક શિક્ષકોની સંડોવણીની શક્યતાઓ સામે આવતા જ તેમની અટકાયત અને પૂછપરછ માટે તૈયારીઓ કરવામાં આવી પણ તેમાંના કેટલાક શિક્ષકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આજે ગૃહ રાજ્ય મંત્રીની આગેવાનીમાં બેઠક પણ બોલાવવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પણ ઉપસ્થીત રહ્યા હતા.

આ સમગ્ર કૌંભાડમાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે પણ સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે શું જેણે પેપર લીક કર્યું એ લોકો સુધી પોલીસ પહોંચી શકશે ખરી ? સમગ્ર તપાસ પારદર્શી રીતે થશે ખરી ? હંમેશા આવી ગેરરીતી અને કૌભાંડો થાય છે પણ માત્ર તપાસને કાગળ પૂરતી જ સિમીત કેમ રખાય છે ? મોટા માથાઓને છાવરવા માટે નાની માછલીઓની ધરપકડથી જ સંતોષ માનવામાં આવે છે. કોઇ દાખલારૂપ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ પ્રકારની ઘટનાઓ નહીં અટકે..

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share