Gujarat

આજથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો થશે પ્રારંભ,નાણાંમંત્રી કનુ દેસાઈ કરશે રજૂ

આજથી(2 માર્ચ, બુધવાર)થી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થશે. જેમા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઇ દ્વારા 3 માર્ચે રજૂ કરવામાં આવશે. જોકે એવી માહિતી પણ સામે આવી રહી છે કે, વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બજેટ 2.35 લાખ કરોડથી વધારે હોવાનું મનાઈ રહ્યું છે.

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ 3 માર્ચે વર્ષ 2022-23નુ બજેટ રજૂ કરશે. બુધવારે રાજયપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે વિધાનસભાના બજેટસત્રની શરૂઆત થશે. અને બપોરે 12 વાગ્યે રાજ્યપાલના સંબોધન પછી 15 મિનિટના વિરામ બાદ સભાગૃહની બેઠક મળશે. અને બાદમાં લતા મંગેશકર અને વિધાનસભાના દિવંગતોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. જેના પછી વિધેયકો રજૂ કરવામાં આવશે.

વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આ સત્ર મહત્વનું છે. પરંતુ ગુજરાત વિધાનસભાનું વર્ષ 2022-23નુ બજેટ સત્ર તોફાની બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. કારણ કે વિપક્ષ બેરોજગારી, પેપરલીક, કાયદા વ્યવસ્થા ઉપરાંત અન્ય મુદ્દાઓને લઇને સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share