Gujarat

ગાંધીનગરના અમરાપુરમાં યુવકે સગીરાના ગળે કટર ફેરવી ઉપરાછાપરી ઘા ઝીંક્યા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યાની શાહી હજી સુકાઇ નથી. આ ઘટનાથી સમગ્ર રાજ્ય સ્તબ્ધ છે તેવામાં પાટનગર ગાંધીનગરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી. ગાંધીનગરના અમરાપુર નદીની કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. ઘટના અંગે માહિતી મળતા સગીરાના કાકા ઘટના સ્થળે પહોંચીને 108ની મદદથી સગીરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે દોડી આવી હતી. હાલમાં સગીરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે સ્થિતિ ગંભીર હોવાનું સુત્રો જણાવી રહી છે.

આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલી સગીરા લીંબોદરા ગામની હોવાનું સામે આવ્યું છે. બનાવની વિગતો મુજબ આ સગીરા આજે સ્કૂલમાં ગઈ હતી ત્યારે બપોરના સમયે આ જ ગામમાં રહેતો એક શખ્સ તેને રસ્તામાં મળ્યો હતો અને તેને તારા કાકા બોલાવે છે એમ કહી લઈ ગયો હતો. ત્યારબાદ અમરાપુર નદીના કોતરમાં તેણે આ કટરના ઘા ઝીંક્યા હતાં.

જો કે સગીરાએ પ્રતિકાર કરતા બંન્ને વચ્ચે રકઝક ચાલી રહી હતી ત્યારે ઉશ્કેરાયેલા સંજયે ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું હતું. બીજી તરફ ગળામાંથી ખુબ જ લોહી વહી જવાના કારણે સગીરાએ જેમ તેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. જેના પગલે તેના કાકા પણ કોતરમાં દોડી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ તેમ જપોલીસને બોલાવી લીધી હતી. હાલ સગીરાની સ્થિતિ ક્રિટિકલ હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હાલ પોલીસે આરોપી યુવકની અટકાયત કરી લીધી છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share