food france uni
World

એક યુનિવર્સિટી એવી જ્યાં મળે છે ખાવા, પીવા અને રહેવાની ડિગ્રી, તમે પણ લેવા માંગો છો એડમિશન ?

કેટલાક લોકો ભારતમાં રહીને પોતાનુ ભણવાનું પૂરૂ કરે છે તો કેટલાક લોકો વિદેશ જઇને પોતાની ડિગ્રી મેળવે છે. વિદેશની વાત કરવામાં આવે તો વિદેશમાં અનેક એવી ડિગ્રી આપવામાં આવે છે જે ભારતમાં નથી હોતી. વિદેશોમાં કેટલાય એવા કોર્સ છે જેના વિષે ક્યારેય કોઇએ વિચાર્યુ પણ નહીં હોય.

ખાવુ પીવુ તમામના જીવનમાં ખુબ જરૂરી છે. આનું મહત્વ જોતા ફ્રાંન્સની એક યુનિવર્સિટી ખાવા પીવા અને રહેવાની ડિગ્રી આપે છે. સાંભળવામાં અજીબ લાગી શકે છે, પણ આ વાત બિલકુલ સત્ય છે. ફ્રાંસ પોતાના શ્રેષ્ઠ ફુડ વેરાઇટી, વાઇન અને લક્ઝરી લાઇફ સ્ટાઇલ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, એટલે ફ્રાંસની એક ટોપ યુનિવર્સિટી ખાવા, પીવા અને જીવન જીવવાના રીતભાત માટેનો માસ્ટર ડિગ્રી કોર્સ કરાવે છે.
ફાંસની આ યુનિવર્સિટી જે માસ્ટર ડિગ્રી આપે છે, એનુ નામ સાઇંસ પો લી (Sciences Po Lille) છે. આની એક ઓફિશીયલ વેબસાઇટના હિસાબે આ કોર્સને બીએમવી એટલે કે, બોયર, મૈંગર, વિવર ( ખાવુ, પીવુ, રહેવુ ) કહેવામાં આવે છે. આ કોર્સમાં ફુડ, ડ્રીંક, ફુડ ટેક્નીક, ગેસ્ટ્રો – ડિપ્લોમસીની સાથે વધુ સારા અન્ય વિષયો પણ ભણાવવામાં આવે છે.

શું હશે આ કોર્સમાં?

આ કોર્સની શરૂઆતમાં લેક્ચરર બેનોઇટ લેંગેન (Benoit Lengaign) દ્રારા કરવામાં આવી હતી. એમના માનવા પ્રમાણે સાઇન્સ પો લી, ઘણી શ્રેષ્ઠ યુનિવર્સિટી છે જો હ્યુમન અને સોશિયલ સાઇંસ ના સાંપ્રત મુદ્દાને પ્રસ્તુત કરે છે. અહીંના વિદ્યાર્થી ફુડ અને ડ્રીંક પર આયોજીત વિભિન્ન સેમિનારમાં પણ ભાગ લે છે. સાથે સાથે આ કોર્સમાં બધી એ બાબતો જણાવવામાં આવે છે જો ખાવા પીવા અને રહેવામાં મદદરૂપ બને છે.

વિદ્યાર્થીઓએ મજાક ઉડાવ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, સૌથી પહેલા 15 વિદ્યાર્થીઓએ આ કોર્સમાં એડમિશન લીધુ હતુ. માસ્ટર્સ કોર્સમાં એડમિશન લેવાના થોડા સમય પછી પહેલી બેચમા આ કોર્સનો મજાક બનાવવામાં આવ્યો હતો. માસ્ટર કોર્સમાં પછી ધીરે ધીરે બઘાને મજા આવવા લાગી અને વધુ ને વઘુ વિદ્યાર્થીઓ જોડાવા લાગ્યા અને રેગ્યુલર ક્લાસ એટેન્ડ કરવા લાગ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું હતું કે પહેલા આ કોર્સ કંટાળાજનક લાગતો હતો પણ જેમ જેમ આનો અભ્યાસ કરતા ગયા તેમ તેમ તેમાં રૂચિ વધવા લાગી.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share