Entertainment

ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “નાયિકા દેવી : The Warrior Queen “નું ટ્રેલર થયું લૉન્ચ

Listen Article
Getting your Trinity Audio player ready...

“નાયિકા દેવી!” ભારતીય ઈતિહાસનો એવો અધ્યાય જે લાખો અન્ય ઐતિહાસિક ઘટનાઓ અને સમ્રાટોના ઢગલાબંધ શોર્ય વચ્ચે નજરઅંદાજ થઈ ગયો. પરંતુ હવે, આગામી ફિલ્મ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન થકી , આપણને તેની હિંમતભરી સફર જોવા મળશે.

લાંબી પ્રતીક્ષા પછી, અ ટ્રી એન્ટરટેઇનમેન્ટ એ નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન નું ટ્રેલર લોન્ચ કર્યુ અને ઇન્ટરનેટ પર તોફાન મચી ગયું. સૌથી વધુ રાહ જોવાતી આ ગુજરાતી પિરિયડ ફિલ્મમાં 12મી સદીની વાત છે. જેમાં ખુશી શાહ નિડર નાયિકા દેવી તરીકે અને ચંકી પાંડે શેતાની મુહમ્મદ ઘોરી તરીકે જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર રાણીના જીવનના દરેક પાસાઓને ઉજાગર કરે છે.

આખા ટ્રેલરમાં ખુશી શાહ નાયિકા દેવી તરીકે આપણને મંત્રમુગ્ધ કરી રહી છે. ફિલ્મનો દરેક સીન અને દરેક ડાયલોગ તમને આકર્ષિત કરશે જ્યારે બંને કલાકારો તેમના પાત્રોમાં સંપૂર્ણ રીતે ડૂબેલા દેખાય છે. ક્રૂરતાથી ભરેલા યુદ્ધના દ્રશ્યો સંપૂર્ણ ટ્રેલર પર પ્રભુત્વ ધરાવે છે. ગુસબમ્પ્સ! એક એવો શબ્દ છે જે સમગ્ર ટ્રેલરને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે.

ટ્રેલર રિલીઝ થતાની સાથે જ નિર્માતા ઉમેશ શર્માએ કહ્યું, “હવે સમય આવી ગયો છે પ્રતિષ્ઠિત નાયિકા દેવીની ગૌરવગાથાનો દર્શકો સમક્ષ રજુ કરવાનો જેઓ 12મી સદીની રાણી, માતા, વિધવા અને ભારતની પ્રથમ મહિલા યોદ્ધા હતી. અમે ભાગ્યશાળી છીએ કે અમને દર્શકોનો પ્રેમ અને સમર્થન મળ્યું. તમને બધાને સિનેમાઘરોમાં જોવાની આશા રાખીએ છીએ!”

નિપુણ દિગ્દર્શક, નીતિન જી કહે છે, “આ માત્ર કોઈ ફિલ્મ નથી. આ નાયિકા દેવીની નિર્ભયતાની વાર્તા છે અને દરેક કલાકારોએ આ ઇતિહાસને ફરીથી જીવંત બનાવવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. અમે રોમાંચિત છીએ કે લોકો અમારા ટ્રેલરને પસંદ કરી રહ્યાં છે અને અમને આશા છે કે ફિલ્મને વધુ સારો પ્રતિસાદ મળશે.”

“આ ફિલ્મ મારા માટે બધું જ છે. મેં માત્ર પોશાક ધારણ નથી કર્યા , પરંતુ નાયિકા દેવીને સંપૂર્ણ ન્યાય આપવા માટે મેં મારું હૃદય રેડ્યું છે. ચાલો આપણે આ રાણીની યાત્રાને અપનાવીએ જે ગુજરાતનું ગૌરવ છે. તમારો સાથ અને હાજરી જ અમારા માટે બધું જ છે.”

અભિનેત્રી ખુશી શાહે જણાવ્યું હતું. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ઉમેશ શર્મા દ્વારા નિર્મિત અને નીતિન જી દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મમાં જાણીતી પ્રતિભાશાળી અભિનેત્રી ખુશી શાહ, બોલિવૂડ સ્ટાર ચંકી પાંડે અને અન્ય શ્રેષ્ઠ કલાકારો છે. સંગીત પાર્થ ઠક્કરે આપ્યું છે અને ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે.

નાયિકા દેવી 6ઠ્ઠી મે, 2022ના રોજ અ ટ્રી એન્ટરટેઈનમેન્ટના લેબલ હેઠળ સિનેમાઘરોમાં આવશે. અ ટ્રી એન્ટરટેઈનમેન્ટે ક્યા ઉખાડ લોગે?, જોરાડી જગદંબા, આવી નવરાત્રી, 100 ટકા સેલ (ગુજરાતી), વક્ત કી બાતેં (હિન્દી), ઓયે યાર (હિન્દી) અને હરણા (પ્રતિક ગાંધી અને બ્રિન્દા ત્રિવેદી અભિનીત ગુજરાતી ફિલ્મ) સહિત વિવિધ કૃતિઓનું નિર્માણ અને સહ-નિર્માણ કરીને દર્શકોને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યું છે.

નિહાળો ફિલ્મ “નાયિકા દેવી”નું ટ્રેલર

Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.
×
Parth Sharma Administrator
Sorry! The Author has not filled his profile.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share