air india ceo ઇલ્કર આઈશી
India

એર ઇન્ડિયાની કમાન તુર્કી એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર આઈશીના હાથ પર

ટાટા સન્સે એર ઈન્ડિયાના પરિવર્તનની શરૂઆત કરીને નવા MD અને CEOની પસંદગી કરી છે. ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાની બાગડોર તુર્કી એરલાઈનના ભૂતપૂર્વ ચેરમેન ઈલ્કર આઈશીને સોંપી છે. આ માટે ટાટા સન્સના એક્ઝિક્યુટિવ ચેરમેન એન ચંદ્રશેકરનની હાજરીમાં બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં તેમની નિમણૂકને મંજૂરી આપવામાં આવી હતી. તેઓ 1 એપ્રિલથી ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, 51 વર્ષીય ઈલ્કર આઈશીનો જન્મ 1971માં ઈસ્તંબુલમાં થયો હતો. 2015માં તેમની તુર્કી એરલાઈન્સના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સાત વર્ષ સુધી સેવા આપ્યા પછી, તેમણે 26 જાન્યુઆરી 2022 ના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. બેઠકમાં વ્યાપક ચર્ચા-વિચારણા બાદ હવે તેમને એર ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે. તેમણે 1994 માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમણે અભ્યાસ પૂર્ણ કર્યો છે.

1995માં, આઈશીએ યુનિવર્સીટી ઓફ લીડ્સ, ઈંગ્લેન્ડમાં પોલિટિકલ સાયન્સ પર રિસર્ચ પ્રોજેક્ટ કર્યો અને 1997માં તેણે ઈસ્તંબુલની મારમારા યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ રિલેશન્સ માસ્ટર્સ પ્રોગ્રામ પૂર્ણ કર્યો. એક રિપોર્ટ અનુસાર, આઈશી તુર્કીશ ફૂટબોલ ફેડરેશન, તુર્કીશ એરલાઈન્સ સ્પોર્ટ ક્લબ અને TFF સ્પોર્ટિફ અનામી સિરકેટીની બોર્ડ મેમ્બર છે. તેઓ કેનેડિયન ટર્કિશ બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-તુર્કી બિઝનેસ કાઉન્સિલના સભ્ય પણ છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share