Gujarat Main

ધોરણ એક અને ધોરણ બેમાં અંગ્રેજી વિષય ફરજિયાત કરાશે, શિક્ષણમંત્રી જિતુ વાઘાણીની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં શિક્ષણ વિભાગની વર્ષ ૨૦૨૨-૨૩ની માંગણીઓ પરની ચર્ચા માટે શિક્ષણમંત્રી અંદાજપત્રીય પ્રવચન આપ્યું હતું. તેમણે આ સમયે જણાવ્યું હતું કે, આગામી સમયમાં ધોરણ 1 અને 2માં અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. જેનો આગામી શૈક્ષણિક વર્ષથી અમલ કરાશે.

શિક્ષણમંત્રીની જાહેરાત

વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણીઓનો જવાબ આપતા શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી કે, શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત છે અને રહેશે પણ હવેથી ધોરણ 1 અને 2 માં અંગ્રેજી વિષય પણ દાખલ કરવામાં આવશે. સરકારી શાળાઓમાં ધોરણ 1 અને 2 મા જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે. અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપવાનું નક્કી કરાયું છે. વિષય તરીકે અંગ્રેજી વિષય ધોરણ 1 અને 2 મા દાખલ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્ર 2023 થી જ તેની અમલવારી થશે. આ માટે વિદ્યાર્થીને કોઈ પાઠ્યપુસ્તક નહિ હોય. માત્ર શિક્ષણ શ્રવણ અને કથન દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડવામાં આવશે. ધોરણ 3 થી અંગ્રેજી વિષયનું પાઠ્યપુસ્તક હશે.

સાથે જ ગૃહમાં શિક્ષણ મંત્રીએ કહ્યુ કે, ભગવત ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ પોલિસીમાં કરવામાં આવી છે. ભગવત ગીતાનો પરિચય હવે નવા અભ્યાસ ક્રમમાં દાખલ કરવામાં આવશે. ભગવત ગીતાના અલગ અલગ ભાગ ભણાવવામાં આવશે. ભગવત ગીતાના શ્લોકો, વકતૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા યોજવામાં આવશે. પ્રથમ તબક્કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય થાય એ હેતુથી શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવશે. જેની માહિતી આ મુજબ છે.

1. શૈક્ષણિક વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે . જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ -6 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે

2. ધોરણ 6 થી 8 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન – પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.

૩. ધોરણ 9 થી 12 માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન – પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.

4. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પઠન – પાઠનનો પ્રાર્થના કાર્યક્રમમાં સમાવેશ કરવવામાં આવશે.

5. શાળાઓમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત શ્લોકગાન , શ્લોકપૂર્તિ, વક્તૃત્વ, નિબંધ, નાટ્ય, ચિત્ર, ક્વિઝ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.

6. ધોરણ 6 થી 12 માટેનું સદર સાહિત્ય / અધ્યયન સામગ્રી ( Printed , Audio – Visual etc. ) આપવામાં આવશે.

શિક્ષણ મંત્રી ગૃહમાં જાહેરાત કરતા પહેલા કહ્યુ હતું કે, શિક્ષણ વિભાગનું બજેટ વધાર્યું છે. ભવિષ્યની પેઢી તૈયાર કરવા માટેની કામગીરી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. 22 ગણું વધારાનું બજેટ રાજ્ય સરકારે આ વખતે શિક્ષણ વિભાગમા જાહેર કરાયું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share