corona case india
Gujarat

કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, રાજ્યમાં 9,177 કેસ, 7 દર્દીઓના મૃત્યુ

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે ને દિવસે તેના કેસના જે આંકડા સામે આવી રહ્યા છે તે ન માત્ર જનતાની પણ તંત્રની ચિંતામાં પણ વધારો કરી રહ્યો છે. દરરોજ જે રીતે કોરોનાના આંકડા સામે આવે છે તેમાં તેજ ગતિએ ઉછાળો સતત નોંધાઇ રહ્યો છે. ઉત્તરાયણ બાદ જે આંકડા સામે આવ્યા તેમાં નોંધપાત્ર ધટાડો નોંધાયો છે. શુક્રવારે જે આંકડા સામે આવ્યા હતા તે આંકડા 10 હજારને પાર પહોંચી ગયા હતા, શનિવારે જે આંકડા સામે આવ્યા તે 9,177 છે. જોકે તેવુ પણ માનવામાં આવી રહ્યું છે કે ઉત્તરાયણને કારણે ટેસ્ટીંગ ઓછુ થયુ હોય જેથી આંકડા નિયંત્રણમાં હોઇ શકે.

  • શનિવારે રાજ્યમાં કોરોનાના વધુ 9177 કેસ
  • રાજ્યમાં કોરોનાથી 7 લોકોના મૃત્યુ
  • કોરોનાને માત આપીનો શનિવારે કુલ 5404 દર્દી ડિસ્ચાર્જ

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 10 હજારની નજીક  કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. 24 કલાકમાં 9177 કેસ નોંધાયા છે, તો 7 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો શનિવારે કુલ 5404  દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2666 કેસ, સુરતમાં 2497 કેસ, વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ,ભાવનગરમાં 295 કેસ, ગાંધીનગરમાં 320 કેસ નોંધાયા છે. ઓમિક્રોનનો એકપણ કેસ શનિવારે નોંધાયો નથી. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59,564 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે. 

ભારતમાં 2,68,833 કેસ
દેશમાં કોરોના વાયરસના કોરોનાના નવા 2 લાખ 68 હજાર 833 કેસ નોંધાયા છે. જ્યારે 402 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 6041 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 16.66 ટકા થવા પામ્યો છે. મોટી વાત તો એ છે કે શુક્રવારની તુલનામાં શનિવારે 4 હજાર 631 કેસ વધારે નોંધાયા છે. મહત્વનુ છે કે 14 જાન્યુઆરીએ કોરોનાના  2,64,202 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં જાન્યુઆરીના 14 દિવસમાં કોરોનાથી 26નાં મોત
15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે જેમા અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું છે. ગઈકાલે નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું. ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 11 જ દિવસમાં કોરોનાના કારણે 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share