ઠંડીમાં ઉત્તર ભારત
India

ઠંડીમાં ઠુંઠવાયું ઉત્તર ભારત, દિલ્હીમાં નોંધાયું 3.2 ડિગ્રી તાપમાન

દેશનાં ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. આજે એટલે કે 20 ડિસેમ્બરની સવારે દિલ્હીમાં 3.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે આખો દિવસ શીતલહેર એટલે કે ઠંડા પવનો ફૂંકાશે. દિલ્હીની સાથે જ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે ઠંડી પડી રહી છે. હવામાન વિભાગ મુજબ પર્વતીય રાજ્યોમાં હિમવર્ષાની અસર મેદાનીય વિસ્તારો પર પડી રહી છે, જેથી તાપમાનનો પારો ગગડી રહ્યો છે.

ભોપાલમાં 86 વર્ષમાં ચોથી વખત તીવ્ર ઠંડી

સમગ્ર મધ્યપ્રદેશ પોતાના જ રેકોર્ડ તોડી રહ્યું છે. ભોપાલમાં રાત્રિનું તાપમાન 4 ડીગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 7 ડીગ્રી ઓછું છે, જ્યારે દિવસનું તાપમાન 6 ડીગ્રીનો ઘટાડો થતાં 20.7 ડીગ્રી નોંધાયું હતું. હવામાનશાસ્ત્રીઓના મતે 86 વર્ષમાં ચોથી વખત આટલી તીવ્ર ઠંડી પડી છે. સીકરમાં 20 વર્ષમાં સૌથી ઓછું માઈનસ 5.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જેને કારણે સાંવલી રોડ પર સ્મૃતિ વનમાં વૃક્ષો અને છોડ પર બરફ જામી ગયો હતો.

સીકરમાં 20 વર્ષમાં સૌથી ઓછું માઈનસ 5.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જેને કારણે સાંવલી રોડ પર સ્મૃતિ વનમાં વૃક્ષો અને છોડ પર બરફ જામી ગયો હતો.

રાજસ્થાનમાં વૃક્ષો અને મેદાનો પર બરફ જામ્યો

આ વર્ષે તાપમાનનો પારો એટલો નીચો ગયો છે કે રાજસ્થાનમાં પહાડોથી માંડીને મેદાનો સુધી માત્ર બરફ જ દેખાઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાંચથી વધુ જિલ્લાઓમાં તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે. પહાડો પરથી આવતા બરફીલા પવનોએ રાજસ્થાનને થિજાવી દીધું છે. રાજ્યના નાગૌર, ભીલવાડા, અજમેર અને જયપુરમાં ઝાકળનાં ટીપાં બરફ બની ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં આગામી 48 કલાકમાં ઠંડીમાં હજી વધારો થવાની શક્યતા છે.

હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે

હિમાચલ પ્રદેશમાં 3 ડિસેમ્બરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આ કારણે ક્રિસમસના દિવસે પણ 25 ડિસેમ્બરે હિમવર્ષા થવાની સંભાવના છે. આજે રાજ્યમાં 4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. મનાલી અને અન્ય હિલ સ્ટેશન આ વખતે વ્હાઇટ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે તૈયાર છે. દેશ-વિદેશમાંથી આવનારા પ્રવાસીઓ પ્રથમ વખત અટલ ટનલ રોહતાંગને કારણે લાહૌલનાં બર્ફીલા મેદાનોમાં વ્હાઇટ ક્રિસમસ ઊજવશે. હિમવર્ષા થઈ રહી છે, એની ચારેય તરફ જાણે કે બરફની ચાદર ઢંકાઈ ગઈ છે.

છત્તીસગઢના ઘણા જિલ્લાઓમાં તાપમાન 5 ડીગ્રીથી નીચે છે

રાજ્યનો ઉત્તરીય ભાગ ઠંડીની ઝપેટમાં આવી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ઠંડીમાં અચાનક વધારો થયો છે અને સુરગુજા-બિલાસપુરના ઉત્તર ભાગમાં સર્વત્ર તાપમાન સામાન્ય કરતા 5 ડીગ્રી નીચું ગયું છે.

ઉત્તરપ્રદેશના અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવનું યલો એલર્ટ જાહેર

ઉત્તરપ્રદેશ પણ કડકડતી ઠંડીની ઝપેટમાં આવી ગયું છે. સોમવારે અલીગઢ સૌથી ઠંડું રહ્યું છે, તાપમાનમાં 3 ડીગ્રી સુધીનો ઘટાડો થયો. છેલ્લાં 10 વર્ષમાં આવું ત્રીજી વખત બન્યું છે, જ્યારે 20 ડિસેમ્બર પહેલાં પારો આટલો નીચો ગગડ્યો હોય. અલીગઢ ઉપરાંત આગ્રા, મથુરા અને મુઝફ્ફરનગરમાં પણ 4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ઝાંસીમાં 4.7 ડીગ્રી અને બરેલીમાં તાપમાનનો પારો 5 ડીગ્રી નોંધાયું હતું.

કાનપુરમાં ઠંડીથી બચવા માટે લોકો આગ પ્રગટાવીને તાપણું કરી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તરપ્રદેશના કાનપુરમાં આજે લઘુતમ તાપમાન 5 ડીગ્રી અને મહત્તમ તાપમાન 19 ડીગ્રી નોંધાઈ શકે છો. પશ્ચિમ ઉત્તરપ્રદેશ, અવધ અને બુંદેલખંડ ક્ષેત્રના કેટલાક જિલ્લા મેરઠ, સહારનપુર, શામલી, બાગપત, ઔરૈયા, બિજનોર, રામપુર, પીલીભીત, ઝાંસી અને આસપાસના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નક્કી લેક બન્યું બરફની ચાદર

આ માઉન્ટ આબુનું પોલો ગ્રાઉન્ડ છે. આખું મેદાન બરફની ચાદરથી ઢંકાયેલું હતું. અહીં આવેલા પ્રવાસીઓ હવામાનની મજા માણી રહ્યા છે.

બરફની ચાદરથી ઢંકાયેલાં મેદાન, ખેતરો અને ઝાડ સામાન્ય રીતે કાશ્મીરની ઓળખ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે રાજસ્થાનમાં ઠંડીએ રેકોર્ડ તોડ્યો છે. પર્વતો પરથી આવતા ઠંડા પવનોને રાજસ્થાનને થિજાવી દીધું છે. પ્રથમ વખત રાજસ્થાનમાં પર્વતોથી લઈને મેદાનીય વિસ્તારો સુધી બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી પાંચથી વધુ જિલ્લાઓમાં લઘુતમ તાપમાન માઈનસમાં નોંધાઈ રહ્યું છે. રાજસ્થાનમાં કડકડતી ઠંડીમાં વૃક્ષોથી લઈને ખેતરોમાં માત્ર બરફ જ બરફ છે…

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share