coconut oil
Lifestyle

નારીયેળ તેલથી સ્કીન પર લાવો પાર્લર જેવો ગ્લો

નારીયેળ તેલનો ઉપયોગ બધાના ઘરમાં થતો જ હોય છે. નારીયેળ તેલ કે જેને આપણે કોપરેલ પણ કહીએ છીએ તે તમારા વાળની સંભાળ રાખવા માટે ઉત્તમ માનવામાં આવે છે, દક્ષિણ ભારતમાં તો તેનો ઉપયોગ ખાવાના તેલ તરીકે પણ  થતો હોય છે. ઘણા લોકો પોતાના મેકઅપને રીમુવ કરવા માટે પણ નારીયેળ તેલનો ઉપયોગ કરે છે.  નારીયેળ તેલથી તમારો મેકઅપ તો પ્રોપર રીતે નીકળે જ છે પણ સાથે સાથે તેનાથી મેકઅપને કારણે તમારી સ્કીન જે ડેમેજ થઇ હોય છે તેને પણ તે રીપેર કરે છે અને સાથે જ તમારી સ્કીનને નેચરલી મોઇશ્ચર આપવાના ગુણ પણ આ તેલમાં છે. શિયળાની ઋતુમાં નારીયેળ તેલની માલીશ કરવાથી પણ તમારી સ્કીન સોફ્ટ થાય છે અને ચામડીની રૂક્ષતામાં, ડ્રાયનેસમાં પણ ઘટાડો થાય છે. આમ નારીયેળ તેલ ખુબજ ગુણકારી છે.

પણ આજે અમે તમને તેનો એક ચમત્કારીક ફાયદો બતાવવા જઇ રહ્યા છીએ. નારીયેળ તેલના બે ટીપા તમારી સ્કીનને આપશે એનો ગ્લો કે તમને લોકો પુછશે કે આ ગ્લોના પાછળનું રહસ્ય શું છે…

આના ઉપયોગથી તમારી સ્કીન પર આવેલા રીંકલ્સથી તો તમને મુક્તિ મળશે જ પણ સાથે સાથે તમારી સ્કીન એકદમ કાચ જેવી સાફ થઇ જશે… સ્પોટલેસ, ક્લીયર અને  હેલ્ધી સ્કીન માટે આ પેકનો ઉપયોગ તમને ખુબ ફાયદો અપાવશે…

મિશ્રણને તૈયાર કેવી રીતે કરશો

એક ચમચી નારીયેળ તેલ આપણે લેવાનું છે. રેગ્યુલર કોકોનટ તેલ તમારે લેવાનું છે જો તમારી પાસે એકસ્ટ્રા વર્જીન કોકોનટ ઓઇલ છે તો એનો ઉપયોગ કરો. તેમાં એક ચમચી મધ નાખવાનું છે. મધ તમારી સ્કીનને સોફ્ટ અને મુલાયમ બનાવે છે. ચહેરા પરના દાગ અને કરચલીઓને હટાવવામાં તે ખુબ ફાયદાકારક છે. હવે તેમાં અડધી ચમચી એલોવેરા જેલ નાખો. હવે આ ત્રણેય વસ્તુને બરાબર મીક્સ કરી લો. આ મિશ્રણને તમે ફ્રીજમાં રાખી થોડા દિવસ સાચવી પણ શકો છો.

મિશ્રણનો ઉપયોગ કેવી રીતે કરશો

સૌથી પહેલા ચહેરાને ઠંડા પાણીથી ધોઇ લો, ત્યારબાદ આ મિશ્રણને અડધી ચમચી જેટલુ હાથમાં લઇ તેને ચહેરા પર લગાવો અને હલકા હાથે તેને મસાજ કરો. તેને એક કલાક જેટલો સમય ચહેરા પર લગાવીને રાખો. ત્યાર બાદ તેને પાણી થી ધોઇ લો. વધુમાં વધુ આ મિશ્રણનો ઉપયોગ તમે સાંજે અથવા રાતના સમયે કરો, જો રાત્રે તેનો ઉપયોગ કરો છો તો તેનું બેસ્ટ રીઝલ્ટ તમને મળશે. અઠવાડિયામાં 3 વાર આને ચહેરા પર લગાવવાથી જલ્દી તમારી સ્કીન હેલ્ધી બનશે.  S

નારીયેળ તેલ રંગને નિખાર આપે છે અને ડેડસ્કીનને હટાવવા માટે પણ ખુબ કારગત નીવડે છે. મોઇશ્કરાઇઝરનું પણ કામ કરે છે. તડકાને કારણે થયેલા ટેનીંગને પણ તે દૂર કરે છે.  

 

harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
follow me
×
harmonyofindia Administrator
Sorry! The Author has not filled his profile.
Latest Posts

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *

instagram default popup image round
Follow Me
502k 100k 3 month ago
Share